એશિયન ગેમ્સ : 20 વર્ષ બાદ ઈન્ડિયન મહિલા હોકી ટીમ પહોંચી ફાઈનલમાં

News18 Gujarati
Updated: August 30, 2018, 1:11 AM IST
એશિયન ગેમ્સ : 20 વર્ષ બાદ ઈન્ડિયન મહિલા હોકી ટીમ પહોંચી ફાઈનલમાં

  • Share this:
ભારતે એશિયન ગેમ્સની દરેક રમતમાં શાનદાર રમત દર્શાવી છે.  જેમાં આ વખતે ભારતીય મહિલા ટીમ તરફથી ઉત્તમ દેખાવ કરવામાં આવ્યો છે. ભારતીય મહિલા હોકી ટીમે ગુરજિત કૌરના એક માત્ર ગોલની મદદથી સેમિફાઇનલમાં ચીનને 1-0થી પરાજય આપી ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. ફાઇનલમાં ભારતીય ટીમનો સામનો જાપાન સામે થશે. જાપાને કોરિયાને 2-0થી હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

ભારતીય ટીમ 1998 બાદ પ્રથમ વખત એશિયન ગેમ્સની હોકી સ્પર્ધાની ફાઇનલમાં પહોંચી છે. મેચમાં ભારતીય ટીમે ગોલ પર 12 શોટ્સ લગાવ્યા જે પૈકી પાંચ ઓપન પ્લે દ્વારા હતા. સાત પેનલ્ટી કોર્નર મળ્યા હતા જે પાકી અંતિમ પેનલ્ટી કોર્નર પર ગુરજિત કૌરે 52મી મિનિટે ગોલ કરી ભારતને લીડ અપાવી હતી. ચીનને પણ એક પેનલ્ટી કોર્નર મળ્યું હતું પરંતુ તે ગોલમાં તબદીલ કરી શકી નહોતી.1982માં નવી દિલ્હીની એશિયન ગેમ્સમાં પહેલી વખત મહિલા હોકી એશિયન ગેમ્સમાં સામેલ કરવામાં આવી હતી. તેનો ફાઇનલમાં ભારતીય ટીમમાં જાપાને પાંચ વખત ચેમ્પિયન સાઉથ કોરિયા 2-0 હરાવીને સ્પર્ધામાં સ્થાન મેળવ્યું છે.
Published by: Mujahid Tunvar
First published: August 30, 2018, 1:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading