Home /News /sport /ક્યારેક પિતા સાથે ખોદતો હતો કૂવો, આજે ભારત માટે જીત્યો ગોલ્ડ મેડલ

ક્યારેક પિતા સાથે ખોદતો હતો કૂવો, આજે ભારત માટે જીત્યો ગોલ્ડ મેડલ

દત્તુના પિતા કુવો ખોદવાનું કામ કરતા હતાં

આજે એશિયન ગેમ્સમાં નૌકાયાનના મુકાબલામાં ભારતીય ખેલાડીઓએ નિરાશાજનક શરૂવાત કરી હતી. એક પછી એક ભારતીય એથલીટ ચાર મેડલ હારી ગયા હતાં. શુક્રવારે સવારે એક સારી ખબર આવી છે. 18મા એશિયાડ રમતોમાં ભારતે નૌકાયાનમાં ઇતિહાસ રચતા ગોલ્ડ મેડલ પોતાના નામે કરી દીધા છે. એશિયન ગેમ્સના ઇતિહાસમાં રોઇંગ ઇવેન્ટમાં ભારતનો બીજો ગોલ્ડ મેડલ છે.

દત્તુ ભોકાનલ, ઓમ પ્રકાશ, સ્વર્ણ સિંહ, સિખમીત સિંહે રોઇંગ એટલે નૌકાયાનમાં ક્વાડરપલ સ્કલ્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ ટીમમાં સ્વર્ણ સિંહ અને દત્તુ ભોકાનલ સૌથી અનુભવી ખેલાડી છે. આ બંન્નેની અનોખી કહાની પર એક નજર નાંખીએ.

દત્તુ ભોકાનલ જેમણે પેટ્રોલ પંપ પર નોકરી કરી

દત્તુ ભોકાનલ મહારાષ્ટ્રના સુખાગ્રસ્ત તાલેગામના રહેવાસી છે. દત્તુના પિતા કૂવો ખોદવાનું કામ કરતા હતાં. 9 વર્ષની ઉંમરથી જ તેઓ કામમાં પિતાની મદદ કરતા હતાં. તે પથ્થર તોડવાનું પણ કામ કરતા હતાં. અચાનક પિતાની મોત પછી ઘરની જવાબદારી તેમની પર આવી ગઇ. ઉપરાંત માતા પણ બીમાર રહેવા લાગી. આવી પરિસ્થિતિમાં દત્તુ એક પેટ્રોલ પંપ પણ નોકરી કરતાં હતાં.

બાદમાં તેઓ આર્મીમાં જોડાયા અને આજે તેઓ દેશના સૌથી સફળ રોઅર છે. 2016ના રિયો ઓલમ્પિક પહેલા તેમની માતાનો અકસ્માત થઇ ગયો હતો અને તે કોમામાં જતી રહી હતી. દત્તુએ તે છતાંપણ હિંમત હારી નહીં અને તેઓ રિયો ઓલ્મપિકમાં ગયા અને માત્ર 6 સેકન્ડથી મેડલ હાર્યા. તેઓ મેડલ તો ન જીતી શક્યા પરંતુ તેમણે ભારતીયોનું દિલ જીતી લીધું હતું. ઓલ્મપિકના ઇતિહાસમાં રોઇંગમાં આ ભારતનું સૌથી સારૂં પ્રદર્શન હતું.

સ્વર્ણ સિંહ, જેમનું ગામ ડ્રગ્સ માટે બદનામ છે

સ્વર્ણ સિંહ પંજાબના માનસાના દાલેવાલા ગામના છે. એક એવું ગામ જે ડ્રગ્સ માટે બદનામ છે. વર્ષ 2016માં આ ગામના 300 લોકો સામે ડ્રગ્સ માટે કેસ નોંધાયો હતો. આ ગામ હવે ડ્રગ્સ માટે જ નહીં પરંતુ સ્વર્ણ સિંહ માટે પણ ઓળખાશે. એશિયન ગેમ્સ શરૂ થતાં પહેલા સ્વર્ણ સિંહને ટાયફોડ થઇ ગયો હતો. જેના કારણે રમતમાં ભાગ લેવાના અનેક સવાલો ઉઠતા હતાં. પરંતુ આજે ગોલ્ડ મેડલ જીતીને લોકોને બતાવી દીધું છે.
First published:

Tags: Asian-games

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો