Asian Games: જ્યારે રમતમંત્રી રાજ્યવર્ધન સિંહે ભારતીય ખેલાડીઓને આપ્યો ચા-નાસ્તો

News18 Gujarati
Updated: August 28, 2018, 9:28 PM IST
Asian Games: જ્યારે રમતમંત્રી રાજ્યવર્ધન સિંહે ભારતીય ખેલાડીઓને આપ્યો ચા-નાસ્તો
રાજ્યવર્ધન સિંહ રાઠોડનો આ ફોટો સોશિયલ મીડિયામાં ઘણો શેર કરવામાં આવી રહ્યો છે

ખેલાડીઓને પોતાના હાથેથી ચા-નાસ્તો આપતા રાજ્યવર્ધન સિંહ રાઠોડનો આ ફોટો સોશિયલ મીડિયામાં ઘણો શેર કરવામાં આવી રહ્યો છે.

  • Share this:
ખેલાડી હંમેશા ખેલાડી જ રહે છે પછી તે ભલે ગમે તેટલા ઉંચા પદ પર કેમ ન પહોંચી જાય. કામ હંમેશા ખેલ ભાવનાથી જ કરે છે. તેનું તાજું ઉદાહરણ એશિયન ગેમ્સમાં સ્પોર્ટ્સ વિલેજમાં જોવા મળ્યું હતું. જ્યાં કેન્દ્રીય રમત મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે ભારતીય ખેલાડીઓને જાતે જ ચા અને નાસ્તો પીરસ્યો હતો.

કેન્દ્રીય રમત મંત્રી રાજ્યવર્ધન સિંહ ભારતીય દળનો ઉત્સાહ વધારવા ઇન્ડોનેશિયામાં છે. મંગળવારે તે સ્પોર્ટ્સ વિલેજ પહોંચ્યા હતા. ખેલાડી નાસ્તા માટે ડાયનિંગ હોલમાં બેઠા હતા. ત્યારે રાજ્યવર્ધને ચા અને નાસ્તાની ટ્રે ઉઠાવી હતી અને ભારતીય ખેલાડીઓ પાસે પહોંચી સર્વ કરી હતી.

ખેલાડીઓને પોતાના હાથેથી ચા-નાસ્તો આપતા રાજ્યવર્ધન સિંહ રાઠોડનો આ ફોટો સોશિયલ મીડિયામાં ઘણો શેર કરવામાં આવી રહ્યો છે. યુઝર્સ તેની ઉપર કોમેન્ટ પણ કરી રહ્યા છે કે એક ખેલાડીને ખબર હોય છે કે બીજા ખેલાડીનું સન્માન કેવી રીતે કરવાનું છે. કોઈ તેને દિલને ઠંડક આપનારી ગણાવી રહ્યા છે.




રાજ્યવર્ધન પ્રથમ વખત ખેલાડીઓનો ઉત્સાહ વધારવા ગયા નથી. આ પહેલા ગોલ્ડ કોસ્ટમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં પણ સ્ટેડિયમમાં બેસીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્યવર્ધન સિંહ પણ ખેલાડી રહી ચૂક્યા છે. તેમણે 2004 એથેન્સ ઓલિમ્પિકમાં શૂટિંગમાં ડબલ ટ્રેપ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો.
First published: August 28, 2018, 9:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading