ભારતને ઘોડેસવારીની સિંગલ્સ સ્પર્ધામાં પ્રથમ સિલ્વર મેડલ ફવાદ મિર્ઝાએ અપાવ્યો હતો. જ્યારે બીજો સિલ્વર મેડલ ટીમ સ્પર્ધામાં મળ્યો હતો. ફવાદ મિર્ઝાએ સેનોર મેડિકોટ નામના ઘોડા સાથે ફાઇનલમાં 26.40 સેકન્ડમાં પોતાની સ્પર્ધા પુરી કરી
એશિયન ગેમ્સ-2018માં ભારતે આઠમાં દિવસે ભારતની હિમા દાસે મહિલાઓની 400 મીટર સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો. રવિવારે યોજાયેલી ફાઇનલમાં તેણે 50.79 સેકન્ડના સમય સાથે બીજુ સ્થાન મેળવ્યું હતું. હિમાએ 50.79 સેકન્ડમાં રેસ પુરી કરી સિલ્વર મેડલ જીત્યો હતો. બહરિનની સલ્વા નાસિરે 50.09 સેકન્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. બીજી તરફ એથ્લિટ મોહમ્મદ અનસ યાહિયાએ મેન્સ 400 મીટરની સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો. અનસે 45.69 સેકન્ડના સમય સાથે બીજુ સ્થાન મેળવી સિલ્વર મેળવ્યો હતો.
ભારતીય એથ્લિટ ગોવિંદન લક્ષ્મણને રવિવારે પુરુષોની 10,000 મીટર સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તમિલનાડુના રહેવાસી ગોવિંદનનો આ એશિયન ગેમ્સમાં પ્રથમ મેડલ છે. ગોવિંદને 29 મિનિટ અને 44.91 સેકન્ડમાં રેસ પુરી કરી ત્રીજુ સ્થાન મેળવ્યું હતું.
ઘોડેસવારી સ્પર્ધામાં બે સિલ્વર મેડલ
ઘોડેસવારી સ્પર્ધામાં બે સિલ્વર મેડલ જીત્યા હતા. ભારતને ઘોડેસવારીની સિંગલ્સ સ્પર્ધામાં પ્રથમ સિલ્વર મેડલ ફવાદ મિર્ઝાએ અપાવ્યો હતો. જ્યારે બીજો સિલ્વર મેડલ ટીમ સ્પર્ધામાં મળ્યો હતો. ફવાદ મિર્ઝાએ સેનોર મેડિકોટ નામના ઘોડા સાથે ફાઇનલમાં 26.40 સેકન્ડમાં પોતાની સ્પર્ધા પુરી કરી બીજો ક્રમાંક મેળવીને સિલ્વર મેડલ જીત્યો હતો. ફવાદ ઘોડેસવારીની સ્પર્ધામાં છેલ્લા 36 વર્ષના ઇતિહાસમાં વ્યક્તિગત મેડલ મેળવનાર પ્રથમ ભારતીય બનવાની સિદ્ધિ મેળવી છે. જ્યારે તેના પ્રયત્નથી ટીમ બીજુ સ્થાન મેળવવા સફળ રહી હતી.
પાંચ વર્ષની ઉંમરમાં ઘોડેસવારી શીખી રહેલા મિર્ઝાએ 2014માં એશિયન ગેમ્સમાં આ સ્પર્ધામાં 10નું સ્થાન મેળવ્યું હતું. એશિયન ગેમ્સમાં આ તેનો પ્રથમ મેડલ છે. ટીમ સ્પર્ધામાં રાકેશ કુમાર, આશિષ મલિક, જીતેન્દ્ર સિંહ અને મિર્ઝાએ ભાગ લીધો હતો. આ ટીમે 121.30 સેકન્ડ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.
સાઇનાએ નિશ્ચિત બનાવ્યો મેડલ
ભારતની સ્ટાર બેડમિન્ટન પ્લેયર સાઇના નેહવાલે શાનદાર પ્રદર્શન કરતા મહિલા સિંગલ્સની સેમિ ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. સાઇનાએ ક્વાર્ટર ફાઇનલમાં થાઇલેન્ડની રચ્તાનોક ઇંતાનોનને 21-18, 21-16થી હરાવી હતી. આ જીત સાથે સાઇનાએ એક મેડલ નિશ્ચિત કરી લીધો છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર