Home /News /sport /

Asian Games 2018: વિનેશ ફોગાટ પહોંચી સેમીફાઈનલમાં, કોણ છે વિનેશ ફોગાટ?

Asian Games 2018: વિનેશ ફોગાટ પહોંચી સેમીફાઈનલમાં, કોણ છે વિનેશ ફોગાટ?

વિનેશ ફોગાટ 50 કિગ્રા.માં પદ ક જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.

વિનેશ ફોગાટ 50 કિગ્રા.માં પદ ક જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.

    વિનેશ ફોગાટે સેમિફાઈલમાં જગ્યા બનાવી લીધી છે. જ્યારે 77 કિગ્રા. વર્ગમાં પૂજા ઢાંડાએ માત્ર એક મિનીટમાં થાઈલેન્ડની ઓરાસા સૂકડોંગયોરને 10-0થી હરાવી ક્વાર્ટર ફાઈનલમાં પોતાની જગ્યા પાકી કરી દીધી છે. ઓલિમ્પિક્સ બ્રોન્ઝ મેડલિસ્ટ સાક્ષી મલિક પણ ક્વાર્ટર ફાઈનલમાં એન્ટ્રી કરી ચુકી છે.

    કોણ છે વિનેશ ફોગાટ?
    21 વર્ષની ઉંમરમાં રિયોમાં આયોજીત થયેલા ઓલિમ્પિકમાં સામેલ થયેલી વિનેશ ફોગાટ જકાર્તામાં ચાલી રહેલા એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહી છે. એશિયન ગેમ્સમાં 50 કિગ્રા. વર્ગની કુશ્તીમાં વિનેશે ભાગ લીધો છે. વિનેશ, શનીવારે ચીનની સુન યાનાનને 8-2થી હરાવી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી હતી. વર્ષ 2014ની કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ અને એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનારી વિનેશ, બબીતા કુમારી અને ગીતાની બહેન છે. વિનેશના મોટા બાપા (તાઉજી) મહાવીર સિંહ પ્રખ્યાત પહેલવાન હતા.

    વર્ષ 2018ના કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ ચુકેલી વિનેશે ગોલ્ડ કોસ્ટમાં 50 કિગ્રા. વર્ગભારમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ સાથે તેણે એશિયન ચેમ્પિયનશિપમાં 3 સિલ્વર અને બે બ્રોન્ઝ જીત્યા છે.

    હાલમાં જ વિનેશે હંગરીમાં ટ્રેનિંગ લીધી છે અને આજ મહિને, ઓગષ્ટમાં સ્પેનિશ ગ્રેંડ પ્રિક્સ જીત્યો છે. 24 ઓગષ્ટ 1994ના રોજ જન્મેલી વિનેશે પહેલી વખત વર્ષ 2013માં એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. અહીં 51 કિગ્રા વર્ગભારમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. વિનેશ ફોગાટને પદકના પાકા દાવેદાર તરીકે જોવામાં આવી રહ્યા છે.

    વિનેશ ફોગાટ રિયો ઓલિમ્પિકમાં પગમાં ઈજા થવાના કારણે પાછી ફરી હતી. તે રાષ્ટ્રમંડળ રમતમાં સ્વર્ણ અને મેડ્રિડમાં સ્પેન ગ્રાં પ્રી જીતી હતી. તે 50 કિગ્રા.માં પદ ક જીતવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Asian Games 2018, Profile, Vinesh Phogat

    આગામી સમાચાર