ભારતના સ્ટાર ભાલા ફેંક એથ્લીટ નીરજ ચોપડાએ એશિયન ગેમ્સમાં ભારતને આઠમો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. એશિયન ગેમ્સના 9માં દિવસે નીરજ ચોપડાએ 88.06 મીટર ભાલો ફેંકીને ઇતિહાસ રચ્યો છે. એશિયન ગેમ્સમાં ભારતે આ પહેલાં ક્યારેય ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ મેળવ્યો નહતો. 1982ની દિલ્હી એશિયન ગેમ્સમાં ભારતના ગુરતેજ સિંહે બ્રોન્ઝ મેડલ પર કબ્જો કર્યો હતો. આમ નીરજ ચોપડા એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે.
કોમનવેલ્થ ગેમ્સનો ચેમ્પિયન છે નીરજ આ પહેલાં નીરજે ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલથી દેશનું માન વધાર્યું છે. ત્યારે તેમને 86.47 મીટર ભાલો ફેંક્યો હતો. આ સ્પર્ધામાં તે અલગ ઉત્સાહ સાથે જોવા મળ્યો હતો. સ્પર્ધામાં તેને પહેલી વખતમાં 83.46 મીટર, બીજામાં ફાઉલ, ત્રીજામાં 88.06 મીટર, ચોથામાં 83.25 મીટર અને પાંચમાં 86.63 મીટર અને છઠ્ઠામાં નીરજે ફરી ફાઉલ કર્યું હતું. છતાં તેના ટોપ 88.06 મીટર રહેવાના કારણે તેને ગોલ્ડ મળ્યો છે.
તે ઉપરાંત એથ્લેટિક્સમાં ભારતને વધુ એક મેડલ મળ્યો છે. લાંબા કુદકામાં નીના વરક્કલે સિલ્વર મેડલ જીત્યો છે. જેને 6.51 મીટરની કૂદકો લગાવ્યો હતો અને મેડલ પોતાના નામે કર્યો હતો.
ભારતના આઠ ગોલ્ડ સહિત 41 મેડલ 20 વર્ષિય નીરજ ચોપડાએ ભારત માટે આઠમો ગોલ્ડ જીત્યો. આ ઓવરઓલ ભારતનો 41મું મેડલ છે. આમાં 13 સિલ્વર અને 20 બ્રોન્ઝ મેડલ પણ સામેલ છે. ભારતે અત્યાર સુધી એથલેટિ્કસમાં કુલ 8 મેડલ જીત્યા છે. આમાં બે ગોલ્ડ પણ સામેલ છે. એક દિવસ પહેલા તેજિન્દર પાલ સિંહ તૂરે શોટ પુટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર