તજિંદરપાલ સિંહ તુરે ભારતને શનિવારે પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તજિંદરે પાલે શોટ પુટમાં 20.75 મીટરનો ગોળો ફેકી ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. તેણે આ સાથે એશિયન ગેમ્સમાં રેકોર્ડ બનાવ્યો હતો. આ સાથે એશિયન ગેમ્સ-2018માં ભારતે સાતમો ગોલ્ડ મેડલ જીત્યો હતો.
એશિયન ગેમ્સ-2018માં ભારતની સ્ટાર સ્કવોશ પ્લેયર દીપિકા પલ્લિકલ અને જોશના ચિનપ્પાએ બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો છે. દીપિકા પલ્લિકલને સેમિ ફાઇનલમાં મલેશિયાની નિકોલ એન ડેવિડે 3-0થી હરાવી હતી. આ પરાજય સાથે જ દીપિકાની ગોલ્ડ જીતવાની આશાનો અંત આવ્યો છે. બીજી તરફ જોશના ચિનપ્પાનો પણ સેમિફાઇનલમાં પરાજય થયો હતો. જોશનાનો મલેશિયાની સિવાસાંગરી સુબ્રમણ્યમ સામે 1-3થી પરાજય થયો હતો.
સ્કવોશ ખેલાડી સૌરવ ઘોષાલ પણ સેમિ ફાઇનલથી આગળ વધી શક્યો ન હતો. સેમિ ફાઇનલમાં સૌરવનો હોંગકોંગના ચુંગ મિંગ એયુ 3-2થી પરાજય થયો હતો. ચુંગ મિંગે 0-2થી પાછળ રહ્યા પછી શાનદાર વાપસી કરતા 3-2થી મુકાબલો જીતી લીધો હતો.
ભારતની બોક્સર પવિત્રાએ મહિલાઓના 60 કિગ્રા ભાર વર્ગમાં પાકિસ્તાનની પરવિન રુખસાનાને ટેકનિકના આધારે હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પવિત્રા શરૂઆતથી જ પાકિસ્તાની હરીફ પર હાવી રહી હતી. આ કારણે રેફરી મેચ અધવચ્ચેથી રોકીને પવિત્રાને વિજેતા જાહેર કરી હતી.
સાઇના-સિંધૂ ક્વાર્ટર ફાઇનલમાં પીવી સિંધુ અને સાઇના નેહવાલે શાનદાર પ્રદર્શન જાળવી રાખતા ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. સિંધૂએ ઇન્ડોનેશિયાની જ્યોર્જિયા મરિસ્કાને 21-12, 21-15થી હરાવીને બેડમિન્ટન વિમેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે સાઇના નેહવાલ ઇન્ડોનેશિયાની ફિતરિયાનીને 21-6, 21-14થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી હતી.
ભારતીય મહિલા તીરંદાજી ટીમે 18મી એશિયન ગેમ્સના 7મા દિવસે ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. અંકિતા ભકત, પ્રોમિલા દાઈમેરી, દીપિકા કુમારીએ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં મંગોલિયાએ 5-3થી હરાવીને ટોપ-8માં પ્રવેશ કર્યો. ભારતના મોહમ્મદ અનસ રાહિયાએ પુરુષોની 400 મીટર રેસના સેમિ ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. તે હીટ-1માં 45.63 સેકંડના સમય સાથે પહેલા સ્થાને રહ્યો હતો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર