એશિયન ગેમ્સ-2018ના 11માં દિવસે ભારતને વધુ એક ગોલ્ડ મેડલ મળ્યો છે. ટ્રિપલ જમ્પમાં અરપિંદર સિંહે ગોલ્ડ મેડલ જીત્યો હતો. અરપિંદરે 16.77 મીટરના જમ્પ સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. આ ભારતનો 10મો ગોલ્ડ મેડલ છે. ભારત 11 ગોલ્ડ, 20 સિલ્વર અને 23 બ્રોન્ઝ સાથે કુલ 54 મેડલ બનાવી મેડલ ટેલીમાં આઠમાં સ્થાને છે. વિમેન્સ હેપ્ટાથ્લોનમાં સ્વપ્નાએ બર્મને 800 મીટરની રેસમાં ભારતને ગોલ્ડ અપાવ્યો છે. સ્વપ્નાએ બર્મને 800 મીટર રેસને 2.21.13 સેકન્ડમાં પુરી કરીને 808 અંક મેળવ્યા હતા અને સાત અલગ-અલગ ઇવેન્ટમાં કુલ 6026 અંક મેળવી ગોલ્ડ જીત્યો હતો.
ભારતીય મહિલા હોકી ટીમે બુધવારે એશિયન ગેમ્સના મુકાબલામાં ત્રણ વખતની ચેમ્પિયન ચીનને 1-0થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતીય ટીમે 1998 બેંગકોક એશિયન ગેમ્સ પછી પ્રથમ વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારત તરફથી ગુરજીત કૌરે મેચની 52 મિનિટમાં પેનલ્ટી કોર્નરથી ગોલ કર્યો હતો. ભારતની મહિલા હોકી ટીમે ફક્ત એક વખત 1982માં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
દુતી ચંદે 200 મીટર દોડમાં સિલ્વર મેડલ જીત્યો હતો. એશિયન ગેમ્સ-2018માં દુતી ચંદનો આ બીજો મેડલ છે. આ પહેલા તેણે 100 મીટર દોડમાં પણ સિલ્વર મેડલ જીત્યો હતો. બીજી તરફ ટેબલ ટેનિસમાં મિક્સ ડબલ્સમાં શરત કમલ અને મોનિકા બત્રાની જોડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
News Flash: Arpinder Singh wins GOLD Medal in Triple Jump with best attempt of 16.77m
10th Gold Medal for India
Yupeeeeeeee #AsianGames2014pic.twitter.com/HoM3mXCAJV
બોક્સર વિકાસ કૃષ્ણને સેમિ ફાઇનલમાં પહોંચીને પોતાનો મેડલ નિશ્ચિત બનાવી દીધો છે. વિકાસે ચીનના ઈર્બિક સામે 3-2થી વિજય મેળવ્યો હતો. આ સિવાય બોક્સર અમિતે પુરુષોની 49 કિગ્રા ફ્લાઇવેટની સેમિ ફાઇનલમાં પહોંચી મેડલ પાકો કરી લીધો છે. અમિતે ક્વાર્ટર ફાઇનલમાં ઉત્તર કોરિયાના બોક્સર રયોન કિમ જાંગને 5-0થી હરાવ્યો હતો. સેમિ ફાઇનલમાં તેનો મુકાબલો ફિલિપાઇન્સના કાર્લો પાલ્લમ સામે થશે.
સ્કવોશમાં જોશના ચિનપ્પા, દીપિકા પલ્લિકલ, સુનૈના કુરુવિલા અને તન્વી ખન્નાની ટીમે ચીનને 3-0થી હરાવી મહિલા ટીમ પૂલ-બી ટાઇમાં જીત મેળવી હતી. આ જીત સાથે ભારતે એક બ્રોન્ઝ મેડલ નિશ્ચિત કરી લીધો છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર