એશિયન ગેમ્સ-2018માં છઠ્ઠો દિવસ ભારત માટે શાનદાર રહ્યો હતો. છઠ્ઠા દિવસે ભારતે 2 ગોલ્ડ સહિત 7 મેડલ જીત્યા હતા. રોઇંગમાં ટીમ ઇવેન્ટમાં ભારતે ગોલ્ડ જીત્યો હતો જ્યારે ટેનિસમાં રોહન બોપન્ના અને દિવિજ શરણની જોડીએ મેન્સ ડબલ્સમાં ગોલ્ડ અપાવ્યો હતો. ભારત 6 ગોલ્ડ, 5 સિલ્વર અને 14 બ્રોન્ઝ સાથે કુલ 25 મેડલ મેળવી મેડલ ટેલીમાં આઠમાં ક્રમાંકે છે.
ભારતીય પુરુષ હોકી ટીમે પોતાના જીતનો સિલસિલો જારી રાખતા શુક્રવારે જાપાન સામે 8-0થી વિજય મેળવ્યો હતો. આ ભારતનો સતત ત્રીજો વિજય છે. આ સાથે જ ટૂર્નામેન્ટમાં ભારતના ગોલની સંખ્યા 51 થઈ ગઈ છે.
કબડ્ડીમાં ભારતીય મહિલા ટીમનો ફાઇનલમાં ઇરાન સામે 24-27થી પરાજય થતા સિલ્વર મેડલથી સંતોષ માનવો પાડ્યો હતો. મેન્સ ટીમ પછી વિમેન્સ કબડ્ડી ટીમ પણ ગોલ્ડ મેડલથી વંચિત રહી હતી.
રોહન બોપન્ના અને દિવિજે ગોલ્ડ જીત્યો
રોહન બોપન્ના અને દિવિજ શરણે ફાઇનલમાં કઝાકિસ્તાનના એલેક્સેન્ડર બુબલક અને ડેનિસ યુવસેયેને 6-3, 6-4થી હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે.
સિદ્ધુને બ્રોન્ઝ મેડલ
સિદ્ધુને બ્રોન્ઝ મેડલ પર જ સંતોષ માનવો પડ્યો. તેમણે 9.6ના ખરાબ શોટની સાથે ગેમ પુરી કરી હતી.
નૌકાયાનમાં ગોલ્ડ
રોઇંગ એટલે નૌકાયાનમાં ક્વાડરપલ સ્કલ્સમાં દત્તુ ભોકાનલ, ઓમ પ્રકાશ, સ્વર્ણ સિંહ, સિખમીત સિંહે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ પહેલા ભારતીય ખેલાડી દુષ્યંતે 18માં એશિયાઇ રમતોમાં છઠ્ઠા દિવસે શુક્રવારે ભારતને પહેલો મેડલ અપાવીને સારી શરૂવાત કરી છે.
દુષ્યંતને નૌકાયાનમાં પુરૂષોની લાઇટવેટ એકલ સ્કલ્સ સ્પર્ઘાના ફાઇનલમાં ત્રીજુ સ્થાન મેળવીને કાંસ્ય પદક મેળવ્યું હતું. જે પછી પુરૂષોની લાઇટવેટ ડબલ્સ સ્કલ્સમાં રોહિત કુમાર અને ભગવાન સિંહે ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો.
ભારતને અત્યાર સુધીમાં કુલ 21 મેડલ મળ્યા છે. જેમાં 5 ગોલ્ડ, 4 સિલ્વર અને 12 બ્રોન્ઝ મેડલ સાથે મેડલ ટેબલમાં ભારત 9મું સ્થાન ધરાવે છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર