Asian Games: પિતાને જે રમત વિશે જ ખબર નથી તેમાં પુત્રીએ જીત્યા બે મેડલ

News18 Gujarati | News18 Gujarati
Updated: August 31, 2018, 2:13 PM IST
Asian Games: પિતાને જે રમત વિશે જ ખબર નથી તેમાં પુત્રીએ જીત્યા બે મેડલ
કુરાશમાં પિંકીએ સિલ્વર અને મલાપ્રભા(જમણે)એ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો (તસવીર - ટ્વિટર)

કર્ણાટકમાં બેલગાવીના નાના ખેડુત યાલપ્પા જાધવની પુત્રી મલાપ્રભાએ જકાર્તામાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં દેશનું સન્માન વધાર્યું છે. કુરાશની ખેલાડી મલાપ્રભા જાધવે એશિયન ગેમ્સમાં વધુ એક બ્રોન્ઝ મેડલ મેળવ્યો

  • Share this:
કર્ણાટકમાં બેલગાવીના નાના ખેડુત યાલપ્પા જાધવની પુત્રી મલાપ્રભાએ જકાર્તામાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં દેશનું સન્માન વધાર્યું છે. કુરાશની ખેલાડી મલાપ્રભા જાધવે એશિયન ગેમ્સમાં વધુ એક બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. મલાપ્રભાએ 52 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે સેમિફાઇનલમાં ઉઝબેકિસ્તાનની ખેલાડી સામે મુકાબલો હારી જતા બ્રોન્ઝથી સંતોષ માનવો પડ્યો હતો. આ પહેલા તેણે 28 ઓગસ્ટે પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. રસપ્રદ વાત એ છે કે મલાપ્રભાના પિતાને આ રમત વિશેની જાણકારી પણ નથી. આમ તો દેશના મોટા ભાગના લોકોને કુરાશ વિશે ખબર નહીં હોય.

શું હોય છે કુરાશ?
કુરાશ ભારતના દેશી પહેલવાની જેવી રમત છે. કુરાશ રેસલિંગ માટે ઉપયોગ થનારી તુર્કી ટર્મમાંથી એક છે. તે ઉઝબેકિસ્તાનથી નિકળેલી પારંપરિક માર્શલ આર્ટ શૈલી છે. કુરાશમાં કમરથી નીચે પકડવામાં આવતા નથી. આ સિવાય હિટ અને કિક મારવામાં આવતી નથી. કુરાશમાં ગ્રાઉન્ડ રેસલિંગ હોતી નથી. તેમાં આર્મલોક્સ અને ચોકિંગ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવતો નથી.

રમતના નિયમ
આ રમતમાં ખેલાડીએ પોતાના હરીફને ગ્રાઉન્ડ ઉપર થ્રો કરવાનો હોય છે. જો તે પોતાના હરીફને તેના બેક પર મજબુતીથી થ્રો કરે તો તેને હલાલ કહેવામાં આવે છે અને તેને બાઉટનો વિજેતા જાહેર કરવામાં આવે છે. મુકાબલો પુરુષો માટે ચાર મિનિટ અને મહિલા ખેલાડી માટે ત્રણ મિનિટનો હોય છે. જો ખેલાડી પોતાના હરીફને તેને તરફ થ્રો કરે તો તેમે યોનબોશ અંક આપવામાં આવે છે. બે
યોનબોશ મળીને એક હલાલ બને છે. જે ખેલાડીના સૌથી વધારે અંક હોય તેને વિજેતા જાહેર કરવામાં આવે છે.
First published: August 30, 2018, 6:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading