Home /News /sport /

Asian Games 2018: એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડન ઇતિહાસ રચવા ઉતરશે નીરજ ચોપડા

Asian Games 2018: એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડન ઇતિહાસ રચવા ઉતરશે નીરજ ચોપડા

નીરજનું માનવું છે કે એશિયન ગેમ્સમાં કોમનવેલ્થ ગેમ્સ કરતા મુશ્કેલ પડકાર રહેશે

એશિયન ગેમ્સમાં ભારતના મેડલની વાત કરવામાં આવે તો સૌથી વધારે મેડલ એથ્લેટિક્સમાં જીત્યા

    જો એશિયન ગેમ્સમાં ભારતના મેડલની વાત કરવામાં આવે તો સૌથી વધારે મેડલ એથ્લેટિક્સમાં જીત્યા છે. સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપડા જકાર્તામાં ગોલ્ડ મેડલ જીતવાનો સૌથી મોટો દાવેદાર છે. નીરજે થોડા દિવસો પહેલા ફિનલેન્ડમાં શાનદાર પ્રદર્શન કરતા ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. નીરજે ચીની તાઇપેના ચાઓ સુન ચેંગને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. બંને ખેલાડી ફિનલેન્ડમાં એશિયન ગેમ્સની તૈયારીમાં લાગી ગયા છે. નીરજ ચોપડા ગોલ્ડ મેડલ જીતી જશે તો ઇતિહાસ રચી દેશે.

    નીરજે 2017માં એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ અને 2016 આઈએએએફ વર્લ્ડ અંડર-20 ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે ગત મહિને ફ્રાન્સમાં એથ્લેટિક્સ મીટમાં ગોલ્ડ મેડલ મેળવવા સફળ રહ્યો હતો. ત્યારે નીરજે 85.17 મીટર દૂર જેવલિન થ્રો કર્યો હતો.

    87.43 મીટર છે નીરજનું બેસ્ટ પ્રદર્શન
    નીરજનું વ્યક્તિગત બેસ્ટ પ્રદર્શન અને રાષ્ટ્રીય રેકોર્ડ 87.43 મીટરનો છે. જે રેકોર્ડ તેણે મે માં દોહામાં ડાયમંડ લીગ સ્પર્ધાના પ્રથમ ચરણ દરમિયાન બનાવ્યો હતો. નીરજ આ સત્રમાં એશિયાની યાદીમાં ટોચના સ્થાને ચાલી રહ્યો છે. તે ચેંગ અને કતરના અહમદ બાદેર માગોર (સિઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 83.71) કરતા આગળ છે. નીરજને 18 ઓગસ્ટે જકાર્તામાં થનાર ઉદ્ઘાટન સમારોહ માટે ભારતીય દળના ફ્લેગબેરર તરીકે પસંદ કર્યો છે.

    કોમનવેલ્થ ગેમ્સ કરતા મુશ્કેલ પડકાર

    નીરજનું માનવું છે કે એશિયન ગેમ્સમાં કોમનવેલ્થ ગેમ્સ કરતા મુશ્કેલ પડકાર રહેશે. નીરજે કોમનવેલ્થ ગેમ્સમાં 86.47 મીટરનો થ્રો કર્યો હતો. તેણે કહ્યું હતું કે આ પ્રદર્શનથી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી શકાય નહીં. કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતવાથી મને આત્મવિશ્વાસ મળ્યો છે કે હું શાનદાર પ્રદર્શન કરી શકું છું. હવે મારો લક્ષ્યાંક એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતવાનો છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Asian Games 2018, Asian-games, Javelin thrower, Neeraj Chopra

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन