Home /News /sport /Asian Games 2018 : 800 મીટર દોડમાં મંજીત સિંહે ગોલ્ડ મેડલ મેળવ્યો
Asian Games 2018 : 800 મીટર દોડમાં મંજીત સિંહે ગોલ્ડ મેડલ મેળવ્યો
800 મીટર દોડમાં મંજીત સિંહે ગોલ્ડ મેડલ મેળવ્યો
ભારતના જ જિન્સન જોન્સને 1.46.35 સેકન્ડમાં રેસ પુરી કરી સિલ્વર મેડલ મેળવ્યો હતો. ભારતે અત્યાર સુધી 9 ગોલ્ડ, 19 સિલ્વર અને 22 બ્રોન્ઝ સાથે 50 મેડલ મેળવ્યા
એશિયન ગેમ્સ-2018માં ભારતને વધુ એક ગોલ્ડ મેડલ મળ્યો છે. 800 મીટર દોડમાં મંજીત સિંહે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. મંજિત સિંહે 1.46.15 સેકન્ડમાં રેસ પુરી કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ભારતના જ જિન્સન જોન્સને 1.46.35 સેકન્ડમાં રેસ પુરી કરી સિલ્વર મેડલ મેળવ્યો હતો. ભારતે અત્યાર સુધી 9 ગોલ્ડ, 19 સિલ્વર અને 22 બ્રોન્ઝ સાથે 50 મેડલ મેળવ્યા છે.
ભારતીય હોકી ટીમનો શ્રીલંકા સામે 20-0થી વિજય
એશિયન ગેમ્સ-2018માં ભારતીય હોકી ટીમે શાનદાર લય જાળવી રાખતા શ્રીલંકા સામે 20-0થી વિજય મેળવ્યો હતો. ભારતીય હોકી ટીમ આ એશિયન ગેમ્સમાં 5 મેચમાં 76 ગોલ ફટકારી ચૂકી છે. જ્યારે તેની સામે હરીફ ટીમે ફક્ત ત્રણ જ ગોલ કર્યા છે. ભારતે આ પહેલા દક્ષિણ કોરિયા સામે 5-3થી, જાપાન સામે 8-0થી, હોંગકોંગ સામે 26-0થી અને ઇન્ડોનેશિયા સામે 17-0થી વિજય મેળવ્યો હતો. ભારત તરફથી રુપિંદર પાલ સિંહે અત્યાર સુધી 12 ગોલ ફટકાર્યા છે.
We will remember the #AsianGames2018 for the encouraging performance in various track events. India is overjoyed about Manjit Singh winning the Gold in the Men’s 800m Final. pic.twitter.com/uepZ8cpsCc
ટેબલ ટેનિસમાં ભારતની મેન્સ ટીમે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. સેમિફાઇનલ મુકાબલામાં ભારતનો કોરિયા સામે 3-0થી પરાજય થયો હતો. આ પરાજય છતા એશિયન ગેમ્સમાં ભારતે એક મોટી સિદ્ધિ મેળવી છે. ભારત પ્રથમ વખત ટેબલ ટેનિસમાં અહીં બ્રોન્ઝ મેડલ જીતવા સફળ રહ્યું છે. કોરિયાના લી સંગસુએ સાથિયાનને 9-11, 11-9, 11-3, 11-3થી હરાવ્યો હતો. જ્યારે યોંદ સિકે શરત કમલને 11-9, 11-9, 6-11, 7-11, 11-8થી અને જેંગ વુજિને અમલરાજમે 11-5, 11-7, 4-11, 11-7થી હરાવ્યો હતો.
સિંધૂને સિલ્વર મેડલ ભારતની મહિલા બેડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુ 18મી એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતવાથી ચૂકી ગઈ છે. બેડમિન્ટન ફાઈનલમાં પી વી સિંધૂનો પરાજય થયો હતો. વર્લ્ડ નંબર - 3 સિંધૂને ફાઈનલ મુકાબલામાં ચીની તાઈપેની સ્ટાર અને વર્લ્ડ નંબર વન ખેલાડી તાઈ જુ યિંગે સીધા સેટમાં 21-13, 21-16થી હરાવી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર