Home /News /sport /

Asian Games 2018: ગોલ્ડન ડ્રીમ લઈને રવાના થઈ હોકીની ટીમ

Asian Games 2018: ગોલ્ડન ડ્રીમ લઈને રવાના થઈ હોકીની ટીમ

ટોક્યો ઓલિમ્પિક 2020માં ક્વોલિફાય કરવાની આશા સાથે ભારતીય પુરુષ અને મહિલા હોકી ટીમ 18માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતવાની આશા સાથે રવાના

મહિલા ટીમ પોતાના અભિયાનની શરૂઆત પૂલ-બી માં યજમાન ઇન્ડોનેશિયા સામે 19 ઓગસ્ટે કરશે. જ્યારે પુરુષ ટીમ આના એક દિવસ પછી પોતાના ટાઇટલ બચાવવાના અભિયાનની શરૂઆત ઇન્ડોનેશિયા સામે કરશે

    ટોક્યો ઓલિમ્પિક 2020માં ક્વોલિફાય કરવાની આશા સાથે ભારતીય પુરુષ અને મહિલા હોકી ટીમ 18માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતવાની આશા સાથે રવાના થઈ ગઈ છે. ભારતની 18 સભ્યોની મહિલા ટીમ પોતાના અભિયાનની શરૂઆત પૂલ-બી માં યજમાન ઇન્ડોનેશિયા સામે 19 ઓગસ્ટે કરશે. જ્યારે પુરુષ ટીમ આના એક દિવસ પછી પોતાના ટાઇટલ બચાવવાના અભિયાનની શરૂઆત ઇન્ડોનેશિયા સામે કરશે.

    ગત એશિયન રમતમાં બ્રોન્ઝ મેડલ જીતવાના પ્રદર્શનમાં સુધારા વિશે મહિલા ટીમની સુકાની રાનીએ રવાના થતા પહેલા કહ્યું હતું કે એફઆઈએચ મહિલા વર્લ્ડ કપ 2018માં શાનદાર પ્રદર્શન પછી અમે એશિયન ગેમ્સમાં જઈ રહ્યા છીએ, જેનાથી અમને ઘણો આત્મવિશ્વાસ મળ્યો છે.

    મહિલા ટીમને પૂલ-બી માં યજમાન ઇન્ડોનેશિયા સિવાય કોરિયા, થાઇલેન્ડ અને કઝાકિસ્તાન સામે રાખવામાં આવી છે. ટોપની બે ટીમો સેમિફાઇનલમાં સ્થાન બનાવશે.

    બીજી તરફ ભારતની મેન્સ ટીમના ગ્રૂપમાં કોરિયા, જાપાન, શ્રીલંકા અને હોંગકોંગની ટીમો છે. મેન્સ ટીમના ગોલકીપર સુકાની પીઆર શ્રીજેશે કહ્યું હતું કે એશિયન રમતો પહેલા અમારી તૈયારી સારી થઈ છે. અમે બેંગલુરુમાં ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લીધો હતો. અમે બાંગ્લાદેશ, કોરિયા અને ન્યૂઝીલેન્ડ સામે વોર્મઅપ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જ્યાં અમે સર્કલની અંદર ગોલ સ્કોર કરવાના પોઝિશનમાં કેટલાક ફેરફાર લાગુ કરવા માંગીએ છીએ કારણ કે ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન અમે તેમાં પાછળ રહ્યા હતા. સુકાનીએ કહ્યું હતું કે અમે પેનલ્ટી કોર્નર, ડિફેન્સ અને શૂટઆઉટ ઉપર પણ કામ કર્યું છે. અમારે હવે દરેક મેચમાં લાગુ કરવું પડશે અને ગોલ્ડ મેડલ સાથે સ્વદેશ પરત ફરવું પડશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Asian Games 2018, Asian-games, Hockey, Medal

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन