Home /News /sport /ખરાબ એમ્પાયરિંગના કારણે મહિલા કબડ્ડી ટીમે સિલ્વરથી માનવો પડ્યો સંતોષ!

ખરાબ એમ્પાયરિંગના કારણે મહિલા કબડ્ડી ટીમે સિલ્વરથી માનવો પડ્યો સંતોષ!

ભારતીય મહિલા કબડ્ડી ટીમે સિલ્વર મેડલ મેળવ્યો

ભારતીય મહિલા કબડ્ડી ટીમે વર્ષ 2010 અને 2014માં ગોલ્ડ મેડલ પર કબ્જો કર્યો હતો

ભારતીય ટીમ શુક્રવારે એશિયાઈ રમતમાં મહિલાઓની કબડ્ડીની ફાઈનલમાં ઈરાન વિરુદ્ધ મુકાબલો ગુમાવવો પડ્યો છે. જકાર્તાના થિએટર ગરૂડા સ્ટેડિયમમાં રમવામાં આવેલા ફાઈનલ મુકાબલામાં ઈરાનના હાથે ભારતે 24-27થી હારનો સામનો કરવો પડ્યો.

એક ન્યૂઝ વેબસાઈટના રિપોર્ટ અનુસાર, ભારતીય ટીમ ખરાબ એમ્પાયરિંગનો પણ શિકાર બની. એમ્પાયરના ખોટા નિર્ણયના કારણે ભારતીય ટીમે લગભગ પાંચ પોઈન્ટ ગુમાવ્યા. આ કારણે હવે ભારતીય ટીમે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે. આ પહેલો મોકો છે જ્યારે ભારતીય પુરૂષ અને મહિલા બંનેમાંથી કોઈ એક એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાથી ચુકી હોય. ભારતીય મહિલા કબડ્ડી ટીમે સિલ્વર મેડલ જીત્યો, જ્યારે ભારતીય પૂરૂષ ટીમને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો છે.

આ બાજુ ઈરાનની પુરૂષ ટીમ હવે ફાઈનલમાં ભારતને હરાવ્યા બાદ ગોલ્ડ મેડલની પ્રબળ દાવેદાર છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય મહિલા કબડ્ડી ટીમે વર્ષ 2010 અને 2014માં ગોલ્ડ મેડલ પર કબ્જો કર્યો હતો. હાલમાં ચાલી રહેલા એશિયન ગમ્સમાં ભારતીય મહિલા ટીમ અજેય રહીને ફાઈનલમાં પહોંચી હતી. તેણે પોતાના પહેલા મુકાબલામાં જાપાન વિરુદ્ધ 43-12ના વિશાળ અંતરથી જીત મેળવી હતી.

ત્યારબાદ બીજા મેચમાં ભારતીય મહિલાઓએ શ્રીલંકાને 38-12ના અંતરથી પછાડ્યું હતું. પછી ત્રીજી મેચમાં ઈન્ડોનેશિયાને 54-22ના અંતરથી હારવ્યું હતું. જ્યારે ચોથી મેચમાં ચીનને 27-14 પોઈન્ટથી હરાવી ફાઈનલમાં પોતાની જગ્યા પાક્કી કરી હતી.
First published:

Tags: Asian Games 2018, Jakarta

विज्ञापन