18માં એશિયન ગેમ્સમાં ભારતની કબડ્ડી ટીમ ગોલ્ડ મેડલની દોડમાંથી બહાર થઈ જતા ભારતને ગુરુવારે જોરદાર ઝટકો લાગ્યો હતો. ઇરાને સેમિફાઇનલમાં ભારતને 27-18થી પરાજીત કરીને 28 વર્ષથી ચાલી રહેલો આવતા ભારતનો દબદબો ખતમ કરી દીધો હતો. ભારત હવે બ્રોન્ઝ મેડલ માટે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. બીજી તરફ ઇરાન ફાઇનલમાં કોરિયા સામે ટકરાશે.
ભારતે 1990માં પ્રથમ વખત એશિયન ગેમ્સમાં સામેલ કરાયેલી કબડ્ડીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પછી સતત ભારતે જ ગોલ્ડ મેડલ પોતાનો નામે કર્યો છે. જોકે આ વખતે ગોલ્ડ વગર પરત ફરવું પડશે.
પ્રથમ હાફમાં ભારત અને ઇરાન વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. ભારત અને ઇરાન વચ્ચેનો મુકાબલો 8-8થી બરોબરી પર ચાલી રહ્યો હતો. 18મી મિનિટે ઇરાને એક પોઇન્ટની લીડ મેળવી હતી. જોકે દીપકે સારો ટેકલ કરીને સ્કોર 9-9થી બરોબર કરી દીધો હતો. પ્રથમ હાફ સુધી આ સ્કોર રહ્યો હતો.
બીજા હાફમાં ઇરાન સંપૂર્ણ રીતે છવાઈ ગયું હતું અને અંતિમ મિનિટોમાં ભારતીય ટીમે હાર સ્વિકારી લીધી હતી. ભારત એકસમયે 12-16થી પાછળ હતું. આ પછી ઇરાને જોરદાર રમત બતાવી હતી અને 34મી મિનિટે 20-14થી, 37મી મિનિટે 25-14થી અને પછી 27-18થી મુકાબલો જીતી લીધો હતો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર