એશિયન ગેમ્સમાં આજે ભારતના નામે કેટલીક વધુ સફળતા નોધાઈ હતી. આજે 21 વર્ષિય ધારૂન, સુધા સિંહ અને નીના વરાકીલે ભારતને સિલ્વર મેડલ અપાવ્યા હતાં.
પુરૂષોની 400 મીટર વિઘ્ન દોડમાં 21 વર્ષિય ધારૂન અય્યાસામીએ અંતિમ ક્ષણોમાં જોર લગાવીને દેશનું નામ રોશન કર્યું હતુ. ધારૂન તમિળનાડુના તિરૂપુર જીલ્લાનો રહેવાશી છે. તેણે 48.96 સેકંડમાં રેસ પુરી કરી લીધી હતી. કતારના અબ્દેરહમાન સાંબાએ ગોલ્ડ મેડલ હાંસક કર્યો હતો.
તો 3000 મીટર વિધ્વ દોડમાં અનુભવી ભારતીય ખેલાડી સુધા સિંહે સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. સુધાએ 9 મીનીટ 40.03 સેકન્ડમાં આ રેસ પુરી કરી લીધી હતી. એશિયન ગેમ્સમાં સુધાનો આ બીજો મેડ્લ છે.
બહેરનેની વિનફ્રેડ યાવીએ 9:36.52 મીનીટમાં આ રેસ પુરી કરી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. 32 વર્ષીય સુધાએ 2010માં 3000 મીટર સ્ટીપલચેઝને એશિયન ગેમ્સમાં શામેલ કરતાની સાથે જ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
તો નીના વરાકિલએ મહિલાની લાંબી કૂદની સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો. વરકિલએ ચોથા પ્રયાસમાં 6.51 મીટરની છલાંગ લગાવી મેડલ પાક્કો કર્યો હતો. આ સાથે જ નીનાએ ભારતને એશિયન ગેમ્સ 2018માં નવામા દિવસે વધુ એક મેડલ અપાયો હતો.
આમ ભારતીય સમયાનુસાંસ આજે બપોર બાદ એક ગોલ્ડ અને સિલ્વર મેડલ પોતાના નામે કર્યાં હતાં. ભારતે આજે બપોર પછી જ સિલ્વર મેડલને હેડ્રિક નોંધાવી હતી.
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર