ઇન્ડોનેશિયામાં રમાય રહેલી એશિયન ગેમ્સમાં ભારતે અત્યાર સુધી 4 ગોલ્ડ, 3 સિલ્વર અને 8 બ્રોન્ઝ સાથે કુલ 15 મેડલ જીત્યા છે. ચોથા દિવસે ગુરુવારે પાંચ મેડલ જીત્યા હતા. ભારત 4 ગોલ્ડ મેડલ સાથે મેડલ ટેલીમાં સાતમાં સ્થાને છે. ચોથા દિવસે રાહી સરનોબતે શૂટિંગમાં ગોલ્ડ જીત્યો હતો. જ્યારે વુશુમાં રોશિબીના દેવી, સંતોષ કુમાર, સૂર્ય ભાનુ પ્રતાપ અને નરેન્દ્ર ગ્રેવાલે બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
ભારતની શૂટર રાહી સરનોબતે ચોથા દિવસે ભારતને ચોથો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. રાહીએ 25 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ફાઇનલ મુકાબલામાં રાહીએ થાઇલેન્ડની યાંગપાઇબૂનને હરાવી હતી. બીજી તરફ ગોલ્ડ મેડલની પ્રબળ દાવેદાર મનુ ભાકર છટ્ઠા નંબરે રહેતા મેડલથી વંચિત રહી હતી.
બીજી તરફ હોકીમાં પુરુષ ટીમનું શાનદાર પ્રદર્શન યથાવત્ છે. બુધવારે રમાયેલી ગ્રૂપ મેચમાં ભારતે હોંગકોંગને 26-0થી કારમો પરાજય આપ્યો હતો. આ સાથે ભારતે સૌથી મોટી જીતનો વિજય મેળવ્યો છે. આ પહેલા સૌથી મોટી જીતનો આંકડો 17-0 હતો.
આ પહેલા ટીમ ઇન્ડિયાએ પ્રથમ મેચમાં ઇન્ડોનેશિયા સામે 17-0થી વિજય મેળવ્યો હતો. હોંગકોંગ સામે ભારતના 9 થી વધારે ખેલાડીઓએ ગોલ કર્યા હતા. ભારતીય હોકીના 86 વર્ષમાં ટીમનો સૌથી મોટો વિજય છે.
માત્ર ચાર વર્ષની ઉંમરમાં ટેનિસ કોર્ટ પર પગલું માંડનાર ભારતીય ખેલાડી અંકિતા રૈનાએ એશિયન ગેમ્સમાં સારું પ્રદર્શન કરી રહી છે. તે મહિલા ટેનિસ સિંગલમાં સેમીફાઇનલ પહોંચી ગઈ છે અને પોતાનો મેડલ નિશ્ચિત બનાવી દીધો છે. અંકિતાએ ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગની યુડીસ વોંગ ચોંગને માત આપીને સેમીફાઇનલમાં પહોંચી ગઇ છે. વર્ષ 2014માં ઇંચિયોનમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં છેલ્લા-16માં બહાર નીકળેલી અંકિતા આ વખતે સેમીફાઇનલમાં આવી ગઇ છે. અંકિતાએ એક કલાક અને 21 મિનિટ સુધી રમેલી મેચમાં યુડીસને સીધા સોટમાં 6-4, 6-1થી માત આપી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર