ભારતીય મહિલા હોકી ટીમે સિલ્વર મેડલ જીત્યો છે. ફાઇનલમાં ભારતીય ટીમનો જાપાન સામે 2-1થી પરાજય થતા સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે. જાપાને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. 2014ના એશિયન ગેમ્સમાં ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. આ વખતે એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ટીમનો પ્રથમ પરાજય છે
એશિયન ગેમ્સના 13માં દિવસે ભારતીય બોક્સર વિકાસ કૃષ્ણન ઈજાગ્રસ્ત થતા શુક્રવારે 75 કિલોગ્રામ મિડલવેટ સ્પર્ધાની સેમિ ફાઇનલમાં ભાગ લેશે નહીં. સેમિ ફાઇનલમાંથી બહાર થતા વિકાસે બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડશે. વિકાસ શુક્રવારે કઝાકિસ્તાનના અબિલખાન અમાનકુલ સામે સેમિ ફાઇનલ મેચમાં ઉતરવાનો હતો. તેને આંખમાં ઈજા પહોંચી છે. વિકાસને ક્વાર્ટર ફાઇનલમાં ચીનના તોહેતો તાંગ્લાતિયાન સામે મુકાબલા દરમિયાન ઈજા પહોંચી હતી.
શુક્રવારે ભારતના ખાતામાં સેલિંગ (નૌકાયાન)માં 3 મેડલ આવ્યા હતા. વર્ષા ગૌતમ અને શ્વેતા શેરવેગરે મહિલાઓની 49er એફએક્સ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ પછી હર્ષિતા તોમરે લેઝર 4.7 સ્પર્ધામાં બ્રોન્ઝ જીત્યો હતો.
ભારતની મહિલા સ્કવોશ ટીમે શાનદાર પ્રદર્શન કરતા ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. આ પ્રવેશ સાથે ભારતે એક મેડલ નિશ્ચિત કરી લીધો છે. જોશના ચિનપ્પા, દીપિકા પલ્લિકલ, સુનૈના કુરુવિલા અને તન્વી ખન્નાની ટીમે સેમિફાઇનલમાં મલેશિયાને 2-1થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ભારત 13 ગોલ્ડ, 23 સિલ્વર અને 29 બ્રોન્ઝ સાથે કુલ 64 મેડલ સાથે આઠમાં સ્થાને છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર