એશિયન ગેમ્સ-2018ના 12માં દિવસે ભારતીય દોડવીર જિનસન જોન્સને પુરુષોની 1500 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ 12માં દિવસે ભારતનો પ્રથમ ગોલ્ડ છે. જોન્સને ત્રણ મિનિટ 44.72 સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઇરાનનો અમીર મુરાદીએ ત્રણ મિનિટ 45.621 સેકન્ડ સાથે સિલ્વર અને બહરીનના મોહમ્મદ તૌલાઈએ ત્રણ મિનિટ 45.88 સેકન્ડ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 12 દિવસમાં ભારતે 13 ગોલ્ડ મેડલ જીત્યા છે.
ભારતીય મહિલા ટીમે 4x400રિલેમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ ભારતનો 13મો ગોલ્ડ મેડલ છે. ગોલ્ડ મેડલ મેળવનાર ભારતની આ ટીમમાં હિમા દાસ, પુવામ્મા, અને વી કોરોથ અને ગુજરાતના ડાંગની સરિતા ગાયકવાડનો સમાવેશ થતો હતો.
Gold for India the women's 4x400m relay at the #AsianGames
ભારતની પુરુષ ટીમે 4x400રિલેમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. કુન્હ મોહમ્મદ, ધરણ આયાસામી, મોહમ્મદ અનસ અને રાજીવ અરોકિયાની ટીમે ત્રણ મિનિટ 01.85 સેકન્ડમાં રેસ પુરી કરી સિલ્વર મેળવ્યો હતો. સ્પર્ધાનો ગોલ્ડ કતારે અને બ્રોન્ઝ જાપાને જીત્યો હતો. કતારે ત્રણ મિનિટ 00.56 સેકન્ડનો સમય લીધો હતો.
Earlier a Silverand today a Goldmedal for Jinson Johnson. Making winning medals a habit. The future of Track & Field for India is very bright. Well done! #AsianGames2018 pic.twitter.com/SqKT21IHB4
વર્તમાન ચેમ્પિયન ભારતીય પુરષ હોકી ટીમનો સેમિ ફાઇનલમાં પરાજય થયો હતો. સેમિ ફાઇનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં ભારતનો મલેશિયા સામે 6-7થી પરાજય થયો હતો. આ સાથે જ ભારતની ગોલ્ડ જીતવાની આશા ખતમ થઈ ગઈ છે. ભારત હવે બ્રોન્ઝ મેડલ માટે શનિવારે મુકાબલો રમશે. આ પરાજય સાથે ટોક્યો-2020ના ઓલિમ્પિકમાં ક્વોલિફાય કરવાની તક પણ ગુમાવી દીધી છે.
કુરાશની ખેલાડી મલાપ્રભા જાધવે એશિયન ગેમ્સમાં વધુ એક બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. મલાપ્રભાએ 52 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે સેમિફાઇનલમાં ઉઝબેકિસ્તાનની ખેલાડી સામે મુકાબલો હારી જતા બ્રોન્ઝથી સંતોષ માનવો પડ્યો હતો. આ પહેલા તેણે 28 ઓગસ્ટે પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર