Home /News /sport /

Asian Games 2018: બજરંગ પુનિયાએ જીત્યો ગોલ્ડ, વાજપેયીજીને કર્યો અર્પણ

Asian Games 2018: બજરંગ પુનિયાએ જીત્યો ગોલ્ડ, વાજપેયીજીને કર્યો અર્પણ

ફ્રીસ્ટાઇલ કુશ્તીમાં બજરંગ પુનિયાએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો

બજરંગે 65 કિગ્રાની ફાઇનલમાં જાપાનના તાકાતાનીને 11-8થી હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો

    જકાર્તામાં રમાય રહેલી એશિયન ગેમ્સ-2018માં ભારતને પ્રથમ દિવસે ગોલ્ડ મેડલ મળ્યો છે. ફ્રીસ્ટાઇલ કુશ્તીમાં બજરંગ પુનિયાએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. બજરંગે 65 કિગ્રાની ફાઇનલમાં જાપાનના તાકાતાનીને 11-8થી હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. પુનિયા એશિયન ગેમ્સમાં પોતાના મેડલનો રંગ બદલવા સફળ રહ્યો છે. તે 2014માં એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. સેમિફાઇનલમાં બજરંગે દમદાર પ્રદર્શન કરતા મંગોલિયાના બાટમગનાઇ બેટચુલુનને 10-0થી હરાવ્યો હતો.



    બજરંગ પુનિયાએ પોતાનો ગોલ્ડ મેડલ સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજી ને અર્પણ કર્યો હતો.



    આ પહેલા એશિયન ગેમ્સમાં 10 મીટર એયર રાયફલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ભારતની અપૂર્વી અને રવિ કુમારે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ફાઈનલમાં ભારતીય જોડીએ 429.9નો સ્કોર બનાવ્યો હતો.



    ઉલ્લેખનીય છે કે, એશિયન ગેમ્સના પ્રથમ દિવસે અત્યાર સુધીમાં ભારત તરફથી ખેલાડીઓનું સારૂ પ્રદર્શન રહ્યું છે. સૌપ્રથમ ભારતીય મહિલા કબડ્ડી ટીમે જીતથી શરૂઆત કરી, ભારતીય મહિલા ટીમે જાપાનને એકતરફી અંદાજમાં 43-12થી હરાવી હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Asian Games 2018, Wrestling

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन