Asian Champions Trophy, IND vs PAK: ભારતે પાકિસ્તાનને હરાવ્યું, રોમાંચક જીત સાથે બ્રોન્ઝ કર્યું પોતાના નામે
Asian Champions Trophy, IND vs PAK: ભારતે પાકિસ્તાનને હરાવ્યું, રોમાંચક જીત સાથે બ્રોન્ઝ કર્યું પોતાના નામે
ભારતનો ભવ્ય વિજય
IND vs PAK: એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી (Asian Champions Trophy)ની બ્રોન્ઝ મેડલ મેચમાં ભારતીય ટીમે (Indian hockey team) શાનદાર દેખાવ કરી પાકિસ્તાનને હરાવી દીઘુ છે. ઢાકામાં રમાયેલી આ રોમાંચક મેચમાં ભારતે ટુર્નામેન્ટનો બ્રોન્ઝ મેડલ (Bronze medal) 4-3ના માર્જિનથી જીત્યો છે.
નવી દિલ્હી: ભારતીય હોકી ટીમે (Indian hockey team) શાનદાર પ્રદર્શન કરી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી (Asian Champions Trophy)ની બ્રોન્ઝ મેડલ મેચમાં પાકિસ્તાનને 4-3થી હરાવ્યું હતુ. ઢાકામાં રમાયેલી આ રોમાંચક મેચ (IND vs PAK)માં હાફ ટાઈમ પર સ્કોર 1-1થી બરોબરી પર હતો,
પરંતુ બંને ટીમના ખેલાડીઓએ છેલ્લા 2 ક્વાર્ટરમાં આક્રમક રમત રમી હતી. ભારત તરફથી મનપ્રીત સિંહ, સુમિત, વરુણ કુમાર અને આકાશદીપ સિંહે ગોલ કર્યા હતા જ્યારે પાકિસ્તાન તરફથી અબ્દુલ રાણા, અફરાજ અને અહમદ નદીમે સ્કોર કર્યા.
ભારતે આક્રમક શરૂઆત કરી હતી અને એક મિનિટમાં જ 3 પેનલ્ટી કોર્નર મેળવ્યા હતા. ત્યારબાદ મનપ્રીત સિંહ (Manpreet Singh)એ મેચની બીજી જ મિનિટે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવી ભારતને સરસાઈ અપાવી હતી. જોકે પાકિસ્તાને પણ પ્રથમ ક્વાર્ટરના અંત પહેલા ગોલ ફટકારીને સ્કોરને 1-1થી બરોબરી પર લાવી દીધો હતો. પાકિસ્તાન માટે ફિલ્ડ ગોલ અફરાઝે કર્યો હતો.
બીજા ક્વાર્ટરમાં કોઈ ગોલ ના થયો હાફ ટાઈમ પર સ્કોર 1-1થી બરોબરી પર જ રહ્યો. ત્રીજા ક્વાર્ટરમાં પાકિસ્તાનને પેનલ્ટી કોર્નર મળ્યો અને અબ્દુલ રાણાએ તેને ગોલમાં ફેરવ્યો, જેના કારણે 33 મિનિટ બાદ પાકિસ્તાનની તરફેણમાં સ્કોર 2-1થી આગળ વધ્યો હતો. સુમિતે ત્રીજા ક્વાર્ટરના અંત પહેલા જ ભારતને બરોબરી પર લાવી દીધું હતું.
ચોથા ક્વાર્ટરમાં પાકિસ્તાનના જુનૈદને 2 મિનિટ માટે બહાર કરવામાં આવ્યો ત્યારે ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો હતો પરંતુ તેને ગોલમાં ફેરવી શકાયો નહિ. ત્યારબાદ વરુણ કુમારે પેનલ્ટી કોર્નર પર જોરદાર ગોલ ફટકારીને સ્કોરને 3-2 સુધી લઈ ગયો હતો. ત્યારબાદ આકાશદીપ સિંહના ગોલને કારણે ભારતે સ્કોર 4-2 કરી દીઘો. ત્યારબાદ અહમદ નદીમે પાકિસ્તાન ટીમનો ત્રીજો ગોલ ફટકાર્યો હતો. આખરે ભારતે 4-3થી વિજય મેળવતા બ્રોન્ઝ મેડલ જીત્યો.
ભારતીય ટીમ આ વર્ષે સતત ત્રીજી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાની દાવેદાર માનવામાં આવી રહી હતી પરંતુ સેમિ ફાઈનલમાં હારી ગઈ હતી. મંગળવારે રમાયેલી સેમિ ફાઈનલમાં ભારતનો જાપાન સામે 3-5થી પરાજય થયો હતો. મનપ્રીત સિંહની આગેવાની હેઠળની ટીમે જાપાનને તેની ગ્રુપ ગેમમાં 6-0થી હરાવ્યું હતુ પરંતુ સેમિ ફાઈનલમાં તે જ લયને જાળવી શકાય ન હતી.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર