Home /News /sport /

India vs Pakistan Hockey: ભારતે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનને 3-1થી હરાવ્યું, હરમનપ્રીત જીતનો હીરો

India vs Pakistan Hockey: ભારતે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનને 3-1થી હરાવ્યું, હરમનપ્રીત જીતનો હીરો

Asian champions Trophy Hockey Ind vs Pak India: પાકિસ્તાનમાં યોજાઈ રહેલી એશિયન ચેમ્પિયન્સ હોકી ટ્રોફીમાં હરમનપ્રીતસિંહના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે પાકિસ્તાનને હરાવ્યું

Asian champions Trophy Hockey Ind vs Pak: એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકીમાં આ ખેલાડી રહ્યો ભારતની જીતનો હીરો, જાણો સ્કોર કાર્ડ

    india vs pakistan live score: પાકિસ્તાનમાં યોજાઈ રહેલી એશિયન ચેમ્પિયન્સ હોકી ટ્રોફીમાં (asian champions trophy Hockey IND vs Pak Match) ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર હરમનપ્રીતસિંહે ચોથા ક્વાર્ટરમાં ટીમ ઈન્ડિયા માટે ત્રીજો ગોલ કર્યો હતો અને ટીમની જીત નક્કી કરી નાખી હતી. એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના મહામુકાબલામાં જીત મેળવી અને ભારતે સેમિફાઇનલમાં તરફ એક ડગલું આગળ ભરી લીધું છે.

    ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન હરમનપ્રીત સિંહે આ મેચમાં બે ગોલ કર્યા હતા. પ્રથમ ગોલ આઠમી મિનીટે અને બીજો ગોલ 53મી મિનેટ કર્યો હતો. હરમનપ્રીત સિંહે બંને ગોલ પેનલ્ટી કોર્નરથી કર્યા હતા. જ્યારે આકાશદિપસિંહે મેચની 42મી મિનિટમાં ત્રીજો ગોલ કર્યો હતો. પાકિસ્તાન તરફથી ફક્ત એક જ ગોલ થયો હતો.

    પાકિસ્તાન હજુ જીતની રાહમાં

    બાગ્લાદેશમાં યોજાઈ રહેલી આ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની આ બીજી જીત છે. આ પહેલાં ભારતે બાંગ્લાદેશને 9-0થી માત આપી હતી. જ્યારે પાકિસ્તાન હજુ પણ પોતાની પહેલી જીતની રાહમાં છે. પાકિસ્તાનનો પ્રથમ મુકાબલો જાપાન સાથે થયો હતો જે ડ્રોમાં પરિણમ્યો હતો.

    વર્લ્ડ રેન્કિંગમાં ભારતની સ્થિતિ

    ટોક્યો ઓમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય હોકી ટીમ આ વખતે વર્લ્ડ રેન્કિંગમાં નંબર-5 પર છે. પાકિસ્તાન સામે જ્યારે મેતની સાત મિનિટ બાકી હતી ત્યારે ટીમ ઈન્ડિયા દ્વારા ત્રીજો ગોલ મારી અને વિજયઘંટ વગાડવામાં આવ્યો હતો



    આ પણ વાંચો : IND vs SA: રોહિત શર્માના બદલે ટેસ્ટ ટીમમાં પસંદ થયો છે આ ગુજરાતી ખેલાડી, 3 દિવસ પહેલાં જ સાઉથ આફ્રિકાથી આવ્યો હતો પરત

    એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની સ્થિતિ

    આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે મળેલી જીત સાથે ભારત હવે ટેબલ પોઇન્ટમાં 6 પોઇન્ટ સાથે એક નંબરના સ્થાન પર પહોંચી ગઈ છે જ્યારે પાકિસ્તાન ચોથા સ્થાન ખસી ગઈ છે વર્ષ 2018માં યોજાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન સંયુક્ત વિજેતા રહ્યા હતા.

    આ પણ વાંચો :  Year Ender 2021:T20 ક્રિકેટનો કિંગ બન્યો આ ખેલાડી, આ વર્ષે કર્યા 2,000થી વધુ રન

    ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીતનારી ભારતીય પુરૂષ હોકીની ટીમના હોંસલા બુલંદીઓ પર છે ત્યારે હવે આગામી સમયમાં ભારતના જાબાંઝો આ સ્પર્ધા સર કરવાનો પ્રયાસ કરશે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Hockey, Ind Vs Pak, Sports News in Gujarati

    આગામી સમાચાર