Home /News /sport /ACC meet: બીસીસીઆઇ સાથે પંગો મોંઘો પડ્યો, પાકિસ્તાનના હાથમાંથી ગઇ એશિયા કપની યજમાની!

ACC meet: બીસીસીઆઇ સાથે પંગો મોંઘો પડ્યો, પાકિસ્તાનના હાથમાંથી ગઇ એશિયા કપની યજમાની!

આ બેઠકમાં એશિયા કપના સ્થળને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો.

એશિયાના આયોજનને લઇ અથવા તેના સ્થળાંતર અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તે અંગેના નિર્ણયને આગામી બેઠક સુધી મોકૂફ રાખવામાં આવ્યો છે.

નવી દિલ્હી: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હજુ સુધી એશિયા કપના આયોજનને લઈને કંઈ બોલી શક્યું નથી. ગયા વર્ષે જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે સ્પષ્ટ કર્યું હતું કે ભારતીય ટીમ પાકિસ્તાન જઈને એશિયા કપમાં ભાગ લેશે નહીં. શનિવારે બહેરીનમાં મળેલી બેઠકમાં આ વર્ષે યોજાનારી આ ટુર્નામેન્ટ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં ઘણી મહત્ત્વની બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી અને કેટલીક ખાસ બાબતો સામે આવી હતી.

ન્યૂઝ18 દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સૂત્રએ બેઠકમાં લીધેલા નિર્ણય પર કહ્યું કે, એશિયાના આયોજનને લઇ અથવા તેના સ્થળાંતર અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તે અંગેના નિર્ણયને આગામી બેઠક સુધી મોકૂફ રાખવામાં આવ્યો છે. આગામી બેઠકમાં આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ બેઠક આ વર્ષે માર્ચમાં યોજાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં જંત્રી બમણી કરવાનો નિર્ણય, સમગ્ર રાજ્યમાં સોમવારથી થશે અમલ

પીટીઆઈના જણાવ્યા અનુસાર પાકિસ્તાન પાસેથી એશિયાની યજમાની છીનવી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે નવા આયોજક અંગે નિર્ણય આગામી માર્ચમાં યોજાનારી બેઠકમાં લેવામાં આવશે. કોઈપણ રીતે, BCCIનો પાકિસ્તાન ન જવાનો અને ન રમવાનો નિર્ણય બદલાવાનો નથી. આવી સ્થિતિમાં પાકિસ્તાને એશિયા કપના આયોજનની જીદ છોડી દેવી પડશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટૂર્નામેન્ટ UAE માં યોજવામાં આવી શકે છે.

આ બેઠકમાં એશિયા કપના સ્થળને લઈને કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો પરંતુ અફઘાનિસ્તાન ક્રિકેટને આપવામાં આવનાર વાર્ષિક બજેટ પર મહત્વપૂર્ણ સમજૂતી થઈ હતી. બોર્ડના બજેટમાં 6 ટકાનો વધારો કરવા સંમતિ સધાઈ હતી. તેને 9 ટકાથી વધારીને 15 ટકા કરવામાં આવ્યો છે. બેઠકમાં ભાગ લેનાર તમામ અધિકારીઓએ અફઘાનિસ્તાનમાં મહિલા ક્રિકેટના વિકાસ પર વધુ ધ્યાન આપવાની વાત કરી હતી.
First published:

Tags: Asia Cup, Cricket News in Gujarati, India Vs Pakistan, બીસીસીઆઇ