એશિયા કપમાં સુપર-4 રાઉન્ડના ત્રીજા મુકાબલામાં પાકિસ્તાને ટોસ જીતવાની સાથે જ એક મોટી ભૂલ કરી નાખી છે. પાકિસ્તાનના સુકાની સરફરાઝ અહમદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્યણ કર્યો હતો. જે તેની ટીમ માટે આત્મઘાતી સાબિત થઈ શકે છે. પાકિસ્તાનનો સુકાની સરફરાઝ ભુલી ગયો લાગે છે કે તેની હરીફ ટીમ ઇન્ડિયા સ્કોર ચેસ કરવામાં માહેર છે અને આ ટૂર્નામેન્ટમાં ત્રણ માંથી બે મેચ ફિલ્ડિંગ કરતા જીત્યા છે.
ભારતે એશિયા કપમાં હોંગકોંગ સામે પ્રથમ બેટિંગ કરી હતી પણ રોહિત શર્મા આ મેચમાં ટોસ હાર્યો હતો. આ પછી બીજી મેચમાં પાકિસ્તાન સામે ટીમ ઇન્ડિયાને પડકારનો પીછો કરવાની તક મળી હતી. જેમાં ટીમ ઇન્ડિયાએ 8 વિકેટે વિજય મેળવ્યો હતો. ત્રીજી મેચમાં બાંગ્લાદેશ સામે ટીમ ઇન્ડિયાએ ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી અને તેણે 7 વિકેટે જીત મેળવી હતી.
સરફરાઝના નિર્ણયથી પૂર્વ ક્રિકેટર આશ્ચર્યચકિત પાકિસ્તાનના સુકાની સરફરાઝ અહમદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી તો તેના નિર્ણય પર પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટ્રી કરી રહેલા આમિર સોહેલ અને કેવિન પીટરસન આશ્ચર્યચકિત થયા હતા. આ બંનેને મતે દુબઈની પિચ પહેલા ફિલ્ડિંગ કરનાર ટીમને સપોર્ટ કરી રહી છે અને સરફરાઝનો નિર્ણય ખોટો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર