એશિયા કપ-2018નો પ્રારંભ થઈ ગયો છે. પ્રથમ મેચની પૂર્વ સંધ્યાએ બધી ટીમોના સુકાની પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન ભારતીય સુકાની રોહિત શર્માની બાજુમાં પાકિસ્તાનનો સુકાની સરફરાઝ અહેમદ બેઠો હતો. સરફરાઝની બગલમાં બાંગ્લાદેશનો સુકાની મશરફે મુર્તુઝા બેઠો હતો. પ્રેસ કોન્ફરન્સ શરૂ થવામાં ટાઇમ હતો ત્યારે સુકાની એકબીજા સાથે વાતચીત કરી રહ્યા હતા. તેમનું એ તરફ ધ્યાન ગયું ન હતું કે માઇક અને કેમેરા ચાલું છે અને તે બિન્દાસ બનીને વાત કરતા હતા.
આ દરમિયાન પાકિસ્તાનના સુકાની સરફરાઝે મુર્તુઝા સામે તેના ખેલાડીઓના કેસમાં ફસવાનો મામલો ઉઠાવ્યો હતો. આ વચ્ચે સરફરાઝે રોહિતને કહ્યું હતું કે આમના યુવકો ઘણા ફસાય છે. આ વાત પર રોહિતે મુર્તુઝાને સમજાવતા કહ્યું હતું કે તમારે પોતાના ખેલાડીઓ ઉપર કંટ્રોલ કરવો જોઈએ.
આ ટૂર્નામેન્ટમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે અને રોહિત શર્માને સુકાની બનાવવામાં આવ્યો છે. રોહિત શર્મા સફેદ બોલનો શાનદાર ખેલાડી છે પણ સારી ટીમો સામે તેના નેતૃત્વની પરીક્ષા થઈ નથી. ગત વર્ષે ડિસેમ્બરમાં શ્રીલંકા સામે તેણે કેપ્ટનશિપ સંભાળી હતી પણ તે ટીમ એટલી મજબુત ન હતી.
વર્તમાન સમયમાં ખેલાડીઓેને જોતા બાંગ્લાદેશની ટીમ શાનદાર ટીમ છે. જોકે આ ટૂર્નામેન્ટમાં બધાની નજર ભારત અને પાકિસ્તાનના મુકાબલા પર છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર