Home /News /sport /Asia Cup 2023: શું ભારતીય ટીમ એશિયા કપ રમવા પાકિસ્તાન જશે? આજે લેવાશે મહત્વનો નિર્ણય
Asia Cup 2023: શું ભારતીય ટીમ એશિયા કપ રમવા પાકિસ્તાન જશે? આજે લેવાશે મહત્વનો નિર્ણય
શું ભારતીય ટીમ પાકિસ્તાનમાં રમાવા માટે જશે?
Asia Cup In Pakistan: શું ભારત પાકિસ્તાનમાં રમવા માટે જશે? એશિયા કપનું આયોજન પાકિસ્તાનમાં જ કરાશે કે પછી UAEમાં કરવામાં આવશે? આ સવાલો સતત ક્રિકેટ રસિકોને વિચારતા કરી રહ્યા છે. આવામાં ભારત પાકિસ્તાનમાં રમવા જશે કે કેમ તે અંગે વલણ સ્પષ્ટ છે પરંતુ આજે આ અંગે ચોક્કસ નિર્ણય લઈ લેવામાં આવશે.
Pakistan Asia Cup: નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન જશે? કે પાકિસ્તાનની ટીમ વર્લ્ડકપ રમવા માટે ભારત આવેશ તે અંગે અનેક સવાલો અને ચર્ચાઓ વચ્ચે આજે (શનિવાર) ભારત તરફથી મહત્વનો નિર્ણય લેવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. એશિયાકપ 2023નું આયોજન આ વર્ષે પાકિસ્તાનમાં થઈ રહ્યું છે. પરંતુ ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે કે તે પાકિસ્તાનનો પ્રવાસ કરશે નહીં. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે એશિયા ક્રિકેટ કમિટીની બેઠકમાં ભાગ લેવા માટે બહેરીનમાં છે. આ બેઠક પીસીબીના ચેરમેન નઝમ સેઠીના રજૂઆત પર બોલાવવામાં આવી છે, જેમાં પાકિસ્તાનના એશિયા કપના આયોજનના અધિકાર અંગે નિર્ણય લેવામાં આવશે.
જો BCCIના સૂત્રો પર વિશ્વાસ કરવામાં આવે તો સપ્ટેમ્બરમાં પાકિસ્તાન એશિયા કપની યજમાનીનો કોઈ પણ કે બિલકુલ મોકો નથી. ટૂર્નામેન્ટને ક્યાં તો UAEમાં કરાવવા કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની યજમાની યથાવત રાખવાની આશા છે, અથવા તો પછી શ્રીલંકા બીજો વિકલ્પ બની શકે છે.
'પાકિસ્તાન જવા માટે સરકાર પાસેથી નથી મળી મંજૂરી'
BCCIના સૂત્રોએ કહ્યું, "જય શાહ આ સમયે ACC બેઠક માટે બહેરીનમાં છે. બીસીસીઈ પોતાનો પક્ષ બદલશે. અમે પાકિસ્તાન નહીં જઈએ કારણ કે અમને સરકાર તરફથી મંજૂરી મળી નથી. સમજવામાં આવે છે કે હાલમાં પેશાવરમાં બોમ્બ બ્લાસ્ટની ઘટનાએ ફરી પાકિસ્તાનમાં ક્રિકેટ ટૂર્નામેન્ટ કરાવવા પર સુરક્ષા મુદ્દે ચિંતા વધારી દીધી છે."
એક સમયે નઝમ સેઠીએ લગાવ્યા હતા આરોપ
પાછલા વર્ષે ડિસેમ્બરમાં એસીસીના ચેરમેન શાહએ કોન્ટિનેન્ટલ ટૂર્નામેન્ટનો કાર્યક્રમ જારી કરી દીધો હતો અને એશિયા કપના સ્થળ અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. આ પછી સેઠીને શાહ પર એક તરફી નિર્ણય કરવાનો આરોપ લગાવ્યો હતો. આ પહેલા એશિયા ક્રિકેટ કાઉન્સિલે એશિયામાં થનારી આ ટુર્નામેન્ટનો રોડમેપ તૈયાર કરી લીધો છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન જશે? કે પાકિસ્તાનની ટીમ વર્લ્ડકપ રમવા માટે ભારત આવેશ તે અંગે અનેક સવાલો અને ચર્ચાઓ વચ્ચે આજે (શનિવાર) ભારત તરફથી મહત્વનો નિર્ણય લેવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. એશિયાકપ 2023નું આયોજન આ વર્ષે પાકિસ્તાનમાં થઈ રહ્યું છે. પરંતુ ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે કે તે પાકિસ્તાનનો પ્રવાસ કરશે નહીં. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે એશિયા ક્રિકેટ કમિટીની બેઠકમાં ભાગ લેવા માટે બહેરીનમાં છે. આ બેઠક પીસીબીના ચેરમેન નઝમ સેઠીના રજૂઆત પર બોલાવવામાં આવી છે, જેમાં પાકિસ્તાનના એશિયા કપના આયોજનના અધિકાર અંગે નિર્ણય લેવામાં આવશે.
જો BCCIના સૂત્રો પર વિશ્વાસ કરવામાં આવે તો સપ્ટેમ્બરમાં પાકિસ્તાન એશિયા કપની યજમાનીનો કોઈ પણ કે બિલકુલ મોકો નથી. ટૂર્નામેન્ટને ક્યાં તો UAEમાં કરાવવા કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની યજમાની યથાવત રાખવાની આશા છે, અથવા તો પછી શ્રીલંકા બીજો વિકલ્પ બની શકે છે.
'પાકિસ્તાન જવા માટે સરકાર પાસેથી નથી મળી મંજૂરી'
BCCIના સૂત્રોએ કહ્યું, "જય શાહ આ સમયે ACC બેઠક માટે બહેરીનમાં છે. બીસીસીઈ પોતાનો પક્ષ બદલશે. અમે પાકિસ્તાન નહીં જઈએ કારણ કે અમને સરકાર તરફથી મંજૂરી મળી નથી. સમજવામાં આવે છે કે હાલમાં પેશાવરમાં બોમ્બ બ્લાસ્ટની ઘટનાએ ફરી પાકિસ્તાનમાં ક્રિકેટ ટૂર્નામેન્ટ કરાવવા પર સુરક્ષા મુદ્દે ચિંતા વધારી દીધી છે."
એક સમયે નઝમ સેઠીએ લગાવ્યા હતા આરોપ
પાછલા વર્ષે ડિસેમ્બરમાં એસીસીના ચેરમેન શાહએ કોન્ટિનેન્ટલ ટૂર્નામેન્ટનો કાર્યક્રમ જારી કરી દીધો હતો અને એશિયા કપના સ્થળ અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. આ પછી સેઠીને શાહ પર એક તરફી નિર્ણય કરવાનો આરોપ લગાવ્યો હતો. આ પહેલા એશિયા ક્રિકેટ કાઉન્સિલે એશિયામાં થનારી આ ટુર્નામેન્ટનો રોડમેપ તૈયાર કરી લીધો છે. હવે મહત્વનો નિર્ણય લેવાશે કે ટુર્નામેન્ટ અંગે ભારત શું નિર્ણય લે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર