Asia cup: આ ટુર્નામેન્ટ સુપર 4 પૂલ ફોર્મેટમાં રમાશે. દરેક પૂલમાંથી ટોચની 2 ટીમો આગળના તબક્કામાં જશે. ફાઈનલ 1 જૂને થશે. ભારત અને પાકિસ્તાને 3 વખત એશિયા કપ જીત્યો છે જ્યારે દક્ષિણ કોરિયાએ 4 વખત એશિયા કપ જીત્યો છે. ભારતે 2003માં કુઆલાલંપુર, 2007માં ચેન્નાઈ અને 2017માં ઢાકામાં ખિતાબ જીત્યો હતો. જોકે પાકિસ્તાનની ટીમ 33 વર્ષથી આ ખિતાબ જીતી શકી નથી.
ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત 23 મેના રોજ એશિયા કપ મેન્સ હોકી (asia cup hockey) ટુર્નામેન્ટની શરૂઆતની મેચમાં કટ્ટર હરીફ પાકિસ્તાન (india vs Pakistan) સામે ટકરાશે. આ ટુર્નામેન્ટ 23 મે થી 1 જૂન સુધી રમાશે. ટૂર્નામેન્ટના પહેલા દિવસે છેલ્લી મેચમાં ભારત અને પાકિસ્તાન એકબીજા સાથે ટકરાશે. ટોક્યો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતીય ટીમને જાપાન, પાકિસ્તાન, ઈન્ડોનેશિયાની સાથે પૂલ Aમાં રાખવામાં આવી છે. પૂલ Bમાં મલેશિયા, કોરિયા, ઓમાન અને બાંગ્લાદેશ છે. પાકિસ્તાન બાદ ભારત 24 મેના રોજ જાપાન સામે રમશે. છેલ્લી પૂલ મેચમાં તેને 26 મેના રોજ ઈન્ડોનેશિયા સામે રમવાનું છે.
આ ટુર્નામેન્ટ સુપર 4 પૂલ ફોર્મેટમાં રમાશે. દરેક પૂલમાંથી ટોચની 2 ટીમો આગળના તબક્કામાં જશે. ફાઈનલ 1 જૂને થશે. ભારત અને પાકિસ્તાને 3 વખત એશિયા કપ જીત્યો છે જ્યારે દક્ષિણ કોરિયાએ 4 વખત એશિયા કપ જીત્યો છે. ભારતે 2003માં કુઆલાલંપુર, 2007માં ચેન્નાઈ અને 2017માં ઢાકામાં ખિતાબ જીત્યો હતો. જોકે પાકિસ્તાનની ટીમ 33 વર્ષથી આ ખિતાબ જીતી શકી નથી.
એશિયા કપ હોકી ટુર્નામેન્ટ 1982 થી રમાઈ રહી છે. પાકિસ્તાને પ્રથમ 3 સિઝનના ટાઇટલ જીત્યા હતા અને ભારતીય ટીમ ત્રણેય ટુર્નામેન્ટમાં રનર્સ અપ રહી હતી. 1982 માં રાઉન્ડ રોબિનના આધારે ચેમ્પિયન નક્કી કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનની ટીમે સૌથી વધુ 6 મેચ જીતી છે. ભારતીય ટીમ 6માંથી 5 મેચ જીતવામાં સફળ રહી હતી. ત્યાર બાદ 1985માં યોજાયેલી ટૂર્નામેન્ટની ફાઇનલમાં પાકિસ્તાને ભારતને 3-2થી અને 1989માં 2-0થી હરાવ્યું હતું. આ પછી પાકિસ્તાનની ટીમ અત્યાર સુધી ટાઈટલ જીતી શકી નથી.
ભારતની વાત કરીએ તો તેણે 2003માં પાકિસ્તાનને 4-2થી હરાવીને પ્રથમ વખત ટાઈટલ જીત્યું હતું. ત્યારબાદ 2007માં ટીમે સાઉથ કોરિયાને 7-2થી હરાવીને સતત બીજું ટાઈટલ જીત્યું હતું. દક્ષિણ કોરિયાએ આગામી 2 સિઝનના ટાઇટલ જીત્યા. પરંતુ 2017માં ઢાકામાં યોજાયેલી ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારતે મલેશિયાને 2-1થી હરાવ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર