Home /News /sport /

Asia Cup Hockey: ભારતે ઇન્ડોનેશિયાને 16-0થી હરાવ્યું, પાકિસ્તાન બહાર

Asia Cup Hockey: ભારતે ઇન્ડોનેશિયાને 16-0થી હરાવ્યું, પાકિસ્તાન બહાર

એશિયા કપ 2022 - હોકી

Asia Cup Hockey : ભારત (India) ને ટુર્નામેન્ટમાં આગળ વધવા માટે ઇન્ડોનેશિયા (Indonesia) સામેની મેચ ઓછામાં ઓછા 15 ગોલના માર્જીનથી જીતવી જરૂરી હતી. પરંતુ ભારતીય હોકી ટીમે (Indian Hockey Team) એક ગોલ વધુ કરીને પાકિસ્તાનને નોકઆઉટ સ્ટેજ સુધી પહોંચવા દીધું ન હતું.

વધુ જુઓ ...
    Asia Cup Hockey: ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે (India) યજમાન ઈન્ડોનેશિયા (Indonesia) ને 16-0થી હરાવીને એશિયા કપ હોકી (Asia Cup Hockey) ના નોક સ્ટેજમાં સ્થાન નિશ્ચિત કર્યું છે. ભારત (India) ની જીત સાથે જ પાકિસ્તાન (Pakistan) ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું. ભારતે પ્રથમ બે ક્વાર્ટરમાં 6 ગોલ કર્યા હતા. આ પછી જાણે ગોલનો વરસાદ શરૂ થયો. એક પછી એક ભારતીય ટીમે વધુ 10 ગોલ કર્યા. ભારત તરફથી ડિસ્પન તિર્કીએ 5 અને સુદેવે ત્રણ ગોલ કર્યા હતા. હવે સુપર-4માં ભારતનો મુકાબલો 28 મેના રોજ જાપાન સાથે થશે.

    ભારતને ટુર્નામેન્ટમાં આગળ વધવા માટે ઇન્ડોનેશિયા સામેની મેચ ઓછામાં ઓછા 15 ગોલના માર્જીનથી જીતવી જરૂરી હતી. પરંતુ ભારતીય હોકી ટીમે એક ગોલ વધુ કરીને પાકિસ્તાનને નોકઆઉટ સ્ટેજ સુધી પહોંચવા દીધું ન હતું.

    આ પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 1-1 થી બરાબર રહી હતી. તે જ સમયે જાપાને ભારતને હરાવ્યું. આ પછી પાકિસ્તાન પણ જાપાન સામે હારી ગયું. આવી સ્થિતિમાં ભારતે સુપર-4 તબક્કામાં પ્રવેશવા માટે ઇન્ડોનેશિયાને ઓછામાં ઓછા 15 ગોલના માર્જિનથી હરાવવાનું હતુ. તો જ ભારત ગોલ ડિફરન્સના આધારે પાડોશી દેશ પાકિસ્તાનને પાછળ છોડી શક્યું.

    આ પણ વાંચોBollywood: દીપિકા પાદુકોણ પોતાના બેગમાં રાખે છે આ ખાસ વસ્તુઓ, તમને પણ જાણીને નવાઇ લાગશે

    ભારતીય હોકી ટીમે ઇન્ડોનેશિયા સામે આવી જ રમત બતાવી અને 16 ગોલ કરીને નોક આઉટની ટિકિટ મેળવી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Asia Cup, Hockey, Hockey India, Indian Hockey, Indian Hockey Team

    આગામી સમાચાર