Home /News /sport /Asia Cup 2023: પ્રથમવાર 2 દેશોમાં એશિયા કપનું આયોજન, 3 વખત ટકરાઇ શકે છે ભારત-પાકિસ્તાન
Asia Cup 2023: પ્રથમવાર 2 દેશોમાં એશિયા કપનું આયોજન, 3 વખત ટકરાઇ શકે છે ભારત-પાકિસ્તાન
Asia Cup 2023: પાકિસ્તાનને એશિયા કપની યજમાની મળી છે. (AFP)
પાકિસ્તાન સિવાય ઓમાન, યુએઈ, શ્રીલંકા અથવા ઈંગ્લેન્ડમાંથી કોઈ એક દેશમાં મેચ રમાઈ શકે છે. અન્ય દેશોમાં માત્ર ભારતની જ મેચો યોજાવાની છે. જો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચશે તો ફાઈનલ પણ પાકિસ્તાનમાં નહીં થાય.
નવી દિલ્હી: એશિયા કપ 2023ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ વખતે ટૂર્નામેન્ટ વન-ડે ફોર્મેટમાં રમાવાની છે અને પાકિસ્તાનને તેની યજમાની મળી છે. બીસીસીઆઈએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટ રમવા માટે પાકિસ્તાન નહીં જાય. આવી સ્થિતિમાં એશિયા કપના આયોજનને લઈને શંકા હતી પરંતુ હવે રિપોર્ટમાં સામે આવી રહ્યું છે કે એશિયા કપ એક નહીં પરંતુ 2 દેશોમાં રમાશે. ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી 5 ટીમો સામે પાકિસ્તાનમાં મેચ રમાશે. આમાં યજમાન દેશનો પણ સમાવેશ થાય છે. ત્યાં જ તે ભારત સિવાય અન્ય કોઈપણ દેશમાં હોઈ શકે છે. એશિયા કપ 1984 થી આયોજિત કરવામાં આવી રહ્યો છે અને આ પ્રથમ વખત હશે જ્યારે ટૂર્નામેન્ટ બે દેશોમાં યોજાશે.
ક્રિકઇન્ફોની રિપોર્ટ અનુસાર પાકિસ્તાન સિવાય ઓમાન, યુએઈ, શ્રીલંકા અથવા ઈંગ્લેન્ડમાંથી કોઈ એક દેશમાં મેચ રમાઈ શકે છે. અન્ય દેશોમાં માત્ર ભારતની જ મેચો યોજાવાની છે. જો ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચશે તો ફાઈનલ પણ પાકિસ્તાનમાં નહીં થાય. ટુર્નામેન્ટની મેચની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી પરંતુ તે સપ્ટેમ્બરમાં થવાની સંભાવના છે. ફાઈનલ સહિત કુલ 13 મેચો રમાશે.
ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે
6 ટીમોને 2 જૂથોમાં વહેંચવામાં આવી છે. ભારત, પાકિસ્તાન અને ક્વોલિફાયર ટીમને એક જ ગ્રુપમાં સ્થાન મળ્યું છે. બીજા ગ્રુપમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને શ્રીલંકાને રાખવામાં આવ્યા છે. બંને ગ્રુપની ટોપ-2 ટીમ સુપર-4માં જશે. સુપર-4ની ટોપ-2 ટીમોને ફાઇનલમાં સ્થાન મળશે. આ રીતે ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ 3 મેચ રમાઈ શકે છે. ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર વર્લ્ડ કપ પહેલા તમામ ટીમોને ટુર્નામેન્ટમાંથી તૈયારી કરવાનો મોકો મળશે.
એશિયા કપ વન-ડે અને ટી-20 બંને ફોર્મેટમાં રમાય છે. અત્યાર સુધીમાં 15 સિઝન રમાઇ ચૂકી છે. ટીમ ઈન્ડિયાએ સૌથી વધુ 7 વખત ખિતાબ જીત્યો છે. જેમાં 6 વન-ડે જ્યારે એક ટી-20 ટાઈટલ સામેલ છે. પાકિસ્તાને અત્યાર સુધી માત્ર 2 ટાઇટલ જીત્યા છે. બંને વનડે ટાઈટલ છે. ટી-20 ફોર્મેટ એશિયામાં માત્ર બે વખત રમાયું છે. ટીમ ઈન્ડિયા 2016માં ચેમ્પિયન બની હતી જ્યારે 2022માં શ્રીલંકાએ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ટાઈટલ જીત્યું હતું.
ભારતે છેલ્લે 2018માં UAEમાં એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ ટીમે ફાઇનલમાં બાંગ્લાદેશને 3 વિકેટે હરાવ્યું હતું. આ વખતે રોહિમ શર્માની કપ્તાનીમાં ટીમ રેકોર્ડ 8મું ટાઈટલ કબજે કરવા જશે. તાજેતરમાં જ ભારત-ઓસ્ટ્રેલિયા સામે વન-ડે સિરીઝમાં 1-2થી હારી ગયું હતું. ટીમની બેટિંગ આખી શ્રેણીમાં કંઈ ખાસ પ્રદર્શન કરી શકી નથી. આવી સ્થિતિમાં કેટલાક નવા ખેલાડીઓને ટૂર્નામેન્ટમાં તક મળી શકે છે.
ગત એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રસપ્રદ જંગ જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં આ વખતે ફરીથી બંને ટીમો સંપૂર્ણ શક્તિ સાથે મેદાનમાં ઉતરશે. જોકે ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમનો રેકોર્ડ સારો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર