Home /News /sport /Asia Cup-2022 : એશિયા કપ માટે ભારતીય ટીમના વચગાળાના કોચ તરીકે VVS લક્ષ્મણની નિયુક્તિ , BCCIએ કરી જાહેરાત

Asia Cup-2022 : એશિયા કપ માટે ભારતીય ટીમના વચગાળાના કોચ તરીકે VVS લક્ષ્મણની નિયુક્તિ , BCCIએ કરી જાહેરાત

Asia Cup-2022 : એશિયા કપ માટે UAE જતા પહેલા રાહુલ દ્રવિડ (Rahul Dravid) નો રૂટીન કોરોના ટેસ્ટ થયો હતો, જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, લક્ષ્મણ (vvs laxman) દુબઈ માટે વાઈસ-કેપ્ટન કેએલ રાહુલ, દીપક હુડા અને અવેશ ખાન સાથે હરારેથી રવાના થયો હતો.

Asia Cup-2022 : એશિયા કપ માટે UAE જતા પહેલા રાહુલ દ્રવિડ (Rahul Dravid) નો રૂટીન કોરોના ટેસ્ટ થયો હતો, જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, લક્ષ્મણ (vvs laxman) દુબઈ માટે વાઈસ-કેપ્ટન કેએલ રાહુલ, દીપક હુડા અને અવેશ ખાન સાથે હરારેથી રવાના થયો હતો.

વધુ જુઓ ...
    નવી દિલ્હી : પૂર્વ અનુભવી બેટ્સમેન VVS લક્ષ્મણ (vvs laxman) ને આગામી એશિયા કપ-2022 (Asia Cup-2022) માટે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના વચગાળાના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. BCCIએ બુધવારે આની જાહેરાત કરી. મુખ્ય કોચ રાહુલ દ્રવિડ (rahul Dravid) કોરોના વાયરસથી સંક્રમિત થવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય ટીમ એશિયા કપમાં પોતાના અભિયાનની શરૂઆત 28 ઓગસ્ટે કટ્ટર હરીફ પાકિસ્તાન સામેની મેચથી કરશે.

    VVS લક્ષ્મણ, હાલમાં NCA (બેંગલુરુ)નનો પ્રમુખ છે. તે ઝિમ્બાબ્વે સામેની વનડે શ્રેણી માટે ટીમ ઈન્ડિયા સાથે હરારે પણ ગયો હતો. ત્યાર બાદ કેએલ રાહુલની કેપ્ટન્સીમાં ભારતે 3 મેચની શ્રેણી 3-0થી જીતી હતી. હવે તે રાહુલ દ્રવિડની ગેરહાજરીમાં ભારતીય ટીમની તૈયારીઓ પર નજર રાખશે. લક્ષ્મણ દુબઈ માટે વાઈસ-કેપ્ટન કેએલ રાહુલ, દીપક હુડા અને અવેશ ખાન સાથે હરારેથી રવાના થયો હતો.

    આ દરમિયાન એશિયા કપ માટે UAE જતા પહેલા રાહુલ દ્રવિડનો રૂટીન કોરોના ટેસ્ટ થયો હતો, જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આવી સ્થિતિમાં તે હાલ ટીમ સાથે UAE જઈ શકે તેમ નથી. દ્રવિડ BCCIની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. તેમનામાં કોરોનાના હળવા લક્ષણો છે.

    આ પણ વાંચોઅંધવિશ્વાસ! મહિલાએ મૃત બાળકને જીવતું કરવાનો કર્યો દાવો, 'દેવી માએ સપનામાં કહ્યું...'

    બીસીસીઆઈએ એક નિવેદનમાં કહ્યું છે કે, કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ દ્રવિડ પણ ટીમ સાથે જોડાશે. જોકે, બીસીસીઆઈએ એ સ્પષ્ટ કર્યું નથી કે, તેઓને કેટલો સમય આઈસોલેશનમાં રહેવું પડશે. એશિયા કપમાં રોહિત શર્મા ટીમ ઈન્ડિયાની કમાન સંભાળશે. તેને ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો હતો.
    Published by:kiran mehta
    First published:

    Tags: Asia Cup, Laxman, ભારતીય ક્રિકેટ ટીમ, રાહુલ દ્રવિડ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन