Home /News /sport /લોકો શું કહે છે તેની ચિંતા ના કરો, લોકોએ ના આપ્યો એકપણ વોટ, તે ટીમ બની ચેમ્પિયન, ટ્વિટ વાયરલ

લોકો શું કહે છે તેની ચિંતા ના કરો, લોકોએ ના આપ્યો એકપણ વોટ, તે ટીમ બની ચેમ્પિયન, ટ્વિટ વાયરલ

સુપર-4 પહેલા ટીવી પર પ્રશસંકો વચ્ચે એક પોલ કરાવ્યો હતો. જેમાં પૂછવામાં આવ્યું હતું કે એશિયા કપ 2022માં ચેમ્પિયન કોણ બનશે? Tweeted by @mufaddal_vohra)

Asia Cup 2022 - ટૂર્નામેન્ટ શરૂ થયા પહેલા શ્રીલંકાને કોઇ ભાવ આપી રહ્યું ન હતું, લોકો શ્રીલંકાની ટીમને અફઘાનિસ્તાન કરતા પણ નબળી સમજતા હતા

    નવી દિલ્હી : શ્રીલંકાની (Sri Lanka) ટીમ એશિયા કપમાં (Asia Cup Final 2022) ચેમ્પિયન બની ગઈ છે. રવિવારે રાત્રે ફાઇનલમાં શ્રીલંકાએ પાકિસ્તાન (Pakistan)સામે 23 રને વિજય મેળવ્યો હતો. હાલના દિવસોમાં રાજનીતિક અને આર્થિક અસ્થિરતાનો સામનો કરી રહેલા શ્રીલંકા માટે આ રાહતના સમાચાર છે. શ્રીલંકાએ છઠ્ઠી વખત એશિયા કપ (Asia Cup 2022) જીતીને દેશવાસીઓના ચહેરા પર મુસ્કાન લાવી દીધી છે. જોકે ટૂર્નામેન્ટ શરુ થયા પહેલા શ્રીલંકાને કોઇ ભાવ આપી રહ્યું ન હતું, મેચ દરમિયાન ટીવી પર કરવામાં આવેલા પોલમાં શ્રીલંકાને દર્શકોને એકપણ વોટ આપ્યો ન હતો. એટલે કે લોકો શ્રીલંકાની ટીમને અફઘાનિસ્તાન કરતા પણ નબળી સમજતા હતા.

    ટીવી પર પ્રશસંકો વચ્ચે એક પોલ કરાવ્યો હતો


    સુપર-4 પહેલા ટીવી પર પ્રશસંકો વચ્ચે એક પોલ કરાવ્યો હતો. જેમાં પૂછવામાં આવ્યું હતું કે એશિયા કપ 2022માં ચેમ્પિયન કોણ બનશે? જેમાં ટીમ ઇન્ડિયાને પ્રબળ દાવેદાર માનવામાં આવી હતી. ટીમ ઇન્ડિયાના ફેવરમાં 69 ટકા લોકો હતા. અફઘાનિસ્તાનને 19 ટકા વોટ મળ્યા હતા અને તેને બીજા સ્થાને દાવેદાર માનવામાં આવ્યું હતું. પાકિસ્તાનને 12 ટકા વોટ મળ્યા હતા. જ્યારે શ્રીલંકામાં કોઇ પ્રશંસકે વિશ્વાસ કર્યો ન હતો અને ઝીરો ટકા વોટ આપ્યા હતા.

    આ પણ વાંચો - એશિયા કપની ફાઇનલમાં દુર્ઘટના, ફિલ્ડિંગ કરતા પાકિસ્તાની પ્લેયર ઇજાગ્રસ્ત, જુઓ VIDEO



    હવે આ ટ્વિટ વાયરલ થઇ રહ્યું છે. લોકો શ્રીલંકાની પ્રશંસા કરી રહ્યા છે. શ્રીલંકાએ શાનદાર બેટિંગ કરીને બધાના દિલ જીતી લીધા છે. કોઇ સ્ટાર પ્લેયર ના હોવા છતા ટીમ ભાવનાથી રમીને ચેમ્પિયન બન્યા છે.

    શ્રીલંકાનો ફાઇનલમાં 23 રને વિજય


    શ્રીલંકાની ટીમ એશિયા કપમાં ચેમ્પિયન બની છે. ભાનુકા રાજપક્ષેની (Bhanuka Rajapaksa)અણનમ અડધી સદી (71) અને વાનિંદુ હસરંગાના આક્રમક 36 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી શ્રીલંકાએ (Pakistan vs Sri Lanka) એશિયા કપની ફાઇનલમાં (Asia Cup Final)પાકિસ્તાન સામે 23 રને વિજય મેળવ્યો હતો. શ્રીલંકાએ 20 ઓવરમાં 6 વિકેટે 170 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાન 20 ઓવરમાં 147 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. શ્રીલંકા છઠ્ઠી વખત એશિયા કપમાં ચેમ્પિયન બન્યું છે. તે છેલ્લા 2014માં આ ટ્રોફી જીત્યું હતું.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Asia Cup, Sri lanka

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन