Home /News /sport /Asia Cup 2022: એશિયા કપમાંથી શાહીન આફ્રિદી બહાર, હવે રોહિતની ટીમ પાકિસ્તાન પર પડશે ભારે

Asia Cup 2022: એશિયા કપમાંથી શાહીન આફ્રિદી બહાર, હવે રોહિતની ટીમ પાકિસ્તાન પર પડશે ભારે

એશિયા કપમાંથી શાહીન આફ્રિદી બહાર

Asia Cup 2022: શાહીન આફ્રિદી (shaheen afridi) ને ગયા મહિને ગાલેમાં શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે જમણા ઘૂંટણમાં ઈજા થઈ હતી. પાકિસ્તાનનો ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે

Asia Cup 2022:  ટી20 એશિયા કપ પહેલા ટીમ ઈન્ડિયા (Team India)ને રાહતના સમાચાર મળ્યા છે.  પાકિસ્તાનનો ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી (shaheen afridi) ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. બધા ફેન્ને ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન (IND vs PAK) વચ્ચેની મેચ યાદ હશે. ડાબોડી ફાસ્ટ બોલર આફ્રિદીએ રોહિત શર્મા અને કેએલ રાહુલને શરૂઆતમાં જ આઉટ કરીને ભારતીય ટીમને મોટો ઝટકો આપ્યો હતો. બાદમાં તેણે વિરાટ કોહલીને પણ આઉટ કર્યો હતો. તેની શાનદાર રમતના કારણે વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ વખત પાકિસ્તાનની ટીમ ભારતને હરાવવામાં સફળ રહી હતી. પાકિસ્તાને આ મેચ 10 વિકેટે જીતી લીધી હતી. બાદમાં બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને અણનમ અડધી સદી ફટકારી હતી.

જિયો ન્યૂઝના સમાચાર અનુસાર, શાહીન આફ્રિદીને ગયા મહિને ગાલેમાં શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે જમણા ઘૂંટણમાં ઈજા થઈ હતી. આ ઈજા હજુ રૂઝાઈ નથી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ એક નિવેદનમાં કહ્યું કે નવા રિપોર્ટ બાદ મેડિકલ ટીમે શાહીનને 4 થી 6 અઠવાડિયા સુધી આરામ કરવાની સલાહ આપી છે. આ કારણે તે એશિયા કપ અને ઈંગ્લેન્ડ સામેની હોમ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.

ટ્રાઇ સિરીઝથી વાપસી કરી શકે છે

શાહીન આફ્રિદી હવે ઑક્ટોબરમાં ન્યુઝીલેન્ડમાં યોજાનારી T20 ત્રિકોણીય શ્રેણીમાંથી પુનરાગમન કરે તેવી અપેક્ષા છે. આ પછી ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ પણ યોજાવાનો છે. શાહીન પોતાનું પુનર્વસન પૂર્ણ કરવા માટે ટીમ સાથે રહેશે. T20 એશિયા કપ માટે તેના સ્થાનની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. પાકિસ્તાનની ટીમ સોમવારે રોટરડેમથી દુબઈ પહોંચશે.

આ પણ વાંચો - BIG Accident : અંબાજીથી રાજસ્થાનના રામદેવરા જઈ રહેલ બનાસકાંઠાના યાત્રિકોને નડ્યો અકસ્માત, 7ના મોત, 25 ઈજાગ્રસ્ત

ટી20માં 22 વર્ષીય આફ્રિદીનો રેકોર્ડ શાનદાર છે. તેણે 40 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 47 વિકેટ લીધી છે. 20 રનમાં 3 વિકેટ શ્રેષ્ઠ પ્રદર્શન છે. ઈકોનોમી 8 કરતા ઓછી છે. તેણે ટી-20ની કુલ 119 મેચમાં 165 વિકેટ લીધી છે. 19 રનમાં 6 વિકેટે શ્રેષ્ઠ પ્રદર્શન છે. 4 વખત 5 વિકેટ લીધી.
First published:

Tags: Asia Cup, Shaheen Afridi, Team india, ક્રિકેટ ટીમ, ક્રિકેટ મેચ, ભારત પાકિસ્તાન, ભારતીય ક્રિકેટ ટીમ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો