Home /News /sport /

Asia Cup 2022 Schedule: ભારત અને પાકિસ્તાન વચ્ચે થશે ફરી મુકાબલો, એશિયા કપનું શિડ્યુલ જાહેર

Asia Cup 2022 Schedule: ભારત અને પાકિસ્તાન વચ્ચે થશે ફરી મુકાબલો, એશિયા કપનું શિડ્યુલ જાહેર

ભારત પાકિસ્તાન મેચ

Asia Cup 2022 : ભારતને પાકિસ્તાન (India Pakistan match) અને ક્વોલિફાયર ટીમ સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે જ્યારે શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ ગ્રુપ Bમાં છે. UAE, કુવૈત, હોંગકોંગ અને સિંગાપોરની એક-એક ટીમ ભારત અને પાકિસ્તાનના ગ્રુપ Aમાં જોડાશે.

વધુ જુઓ ...
    Asia Cup 2022 : એશિયા કપ 2022માં ભારત અને પાકિસ્તાન (India Pakistan Match) ની ક્રિકેટ ટીમો 28 ઓગસ્ટે આમને સામને ટકરાશે. આ મેચ દુબઈમાં રમાશે. મંગળવારે એશિયા કપના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. ટૂર્નામેન્ટની શરૂઆત 27 ઓગસ્ટે શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચથી થશે.

    રોહિત શર્મા એન્ડ કંપની માટે એશિયા કપમાં બાબર આઝમની આગેવાની હેઠળની ટીમ સાથે T20 વર્લ્ડ કપમાં 10 વિકેટના નુકસાનની બરાબરી કરવાની સુવર્ણ તક હશે. શ્રીલંકા પહેલા આ ટૂર્નામેન્ટની યજમાની કરવાનું હતું, પરંતુ રાજકીય ઉથલપાથલના કારણે હવે એશિયા કપ શેડ્યૂલનું આયોજન UAEમાં થવા જઈ રહ્યું છે. ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમો ભાગ લેશે. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 11 સપ્ટેમ્બરે દુબઈમાં રમાશે. તમામ એશિયન ટીમો આ ટુર્નામેન્ટમાં પોતાની મજબૂત ટીમો મોકલશે કારણ કે આ પછી T20 વર્લ્ડ કપનું આયોજન થવાનું છે.

    ભારતને પાકિસ્તાન સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે

    ભારતને પાકિસ્તાન અને ક્વોલિફાયર ટીમ સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે જ્યારે શ્રીલંકા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ ગ્રુપ Bમાં છે. UAE, કુવૈત, હોંગકોંગ અને સિંગાપોરની એક-એક ટીમ ભારત અને પાકિસ્તાનના ગ્રુપ Aમાં જોડાશે.

    ટોચની બે ટીમ સુપર 4 માટે ક્વોલિફાય થશે

    આ પહેલા એશિયા કપ T20માં ભારત અને પાકિસ્તાનની ટીમો વર્ષ 2016માં એક વખત આમને સામને આવી હતી. આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં એકંદરે ભારત અને પાકિસ્તાનની ટીમો 14 વખત આમને સામને થઈ છે. ભારતે 8માં જીત મેળવી છે જ્યારે પાકિસ્તાને છ મેચમાં વિજય મેળવ્યો છે.

    ગ્રુપ A અને Bમાં ટોચની બે ટીમો સુપર 4 રાઉન્ડ માટે ક્વોલિફાય થશે. આવી સ્થિતિમાં 4 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાનની ટીમો વચ્ચે ટક્કર થઈ શકે છે. કારણ કે બંને સુપર 4 માટે ક્વોલિફાય થવાની અપેક્ષા છે. સુપર 4માં ટોચની બે ટીમો વચ્ચે 11 ઓગસ્ટે ફાઈનલ રમાશે.

    ભારત વિ પાકિસ્તાન હેડ ટુ હેડ

    T20માં ભારત અને પાકિસ્તાનની ટીમો 9 વખત આમને સામને આવી ચુકી છે. આ સમયગાળા દરમિયાન ભારતે 6 મેચ જીતી છે જ્યારે બેમાં પાકિસ્તાનનો વિજય થયો છે. એક મેચ ટાઈમાં સમાપ્ત થઈ છે. વનડેમાં, બંને ટીમો 132 વખત ટકરાયા છે જેમાં ટીમ ઈન્ડિયાએ 55 મેચ જીતી છે જ્યારે પાકિસ્તાને 73 મેચ જીતી છે. 4 મેચમાં કોઈ પરિણામ મળી શક્યું નથી. ભારત અને પાકિસ્તાનની ટીમો ટેસ્ટ મેચોમાં 59 વખત ટકરાયા છે જેમાં ભારત 9 જીત્યું છે જ્યારે પાકિસ્તાન 12 ટેસ્ટ જીતવામાં સફળ રહ્યું છે. 38 ટેસ્ટ ડ્રો રહી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Asia Cup, India Pakistan match

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन