Home /News /sport /

એશિયા કપ : ભારત વિ. પાકિસ્તાનની મેચમાં કઇ ટીમ જીતશે? પોન્ટિંગે કરી મોટી ભવિષ્યવાણી

એશિયા કપ : ભારત વિ. પાકિસ્તાનની મેચમાં કઇ ટીમ જીતશે? પોન્ટિંગે કરી મોટી ભવિષ્યવાણી

ચાર વર્ષ પછી એશિયા કપ (Asia Cup 2022) રમાવવા જઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટ 27 ઓગસ્ટથી યૂએઈમાં રમાશે

Asia Cup 2022 : 28 ઓગસ્ટે ભારત-પાકિસ્તાન (IND vs PAK) વચ્ચે દુબઈમાં મુકાબલો થશે, એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 13 વખત ટક્કર થઇ છે. જેમાં 7 માં ભારતનો અને 5 મુકાબલામાં પાકિસ્તાનનો વિજય થયો છે

    નવી દિલ્હી : ચાર વર્ષ પછી એશિયા કપ (Asia Cup 2022)રમાવવા જઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટ 27 ઓગસ્ટથી યૂએઈમાં રમાશે. જોકે બધાની નજર 28 ઓગસ્ટે ભારત-પાકિસ્તાન (IND vs PAK)વચ્ચે દુબઈમાં રમાનાર મુકાબલા પર રહેશે. ફક્ત ભારતીય કે પાકિસ્તાનના ક્રિકેટ પ્રશંસકો જ નહીં પણ પૂર્વ દિગ્ગજોની પણ આ મેચ પર નજર છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે આ મેચને લઇને મોટી ભવિષ્યવાણી કરી છે. તેમણે એ પણ કહ્યું કે આ વખતે કઇ ટીમ એશિયા કપનું (Asia Cup)ટાઇટલ જીતશે.

    રિકી પોન્ટિંગે આઈસીસી રિવ્યૂના નવા એપિસોડમાં કહ્યું કે ફક્ત એશિયા કપ જ નહીં દરેક ટૂર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયા સામે રમવું આસાન હોતું નથી. દરેક વખતે જ્યારે આપણે ટી-20 વર્લ્ડ કપની વાત કરીએ છીએ તો મને લાગે છે કે ભારત જ સૌથી મજબૂત અને શાનદાર ટીમ રહેશે. ભારતીય ટીમની બેટિંગ લાઇનઅપ બાકી ટીમોના મુકાબલો શાનદાર છે. આ જ કારણે મને લાગે છે કે આ વખતે પણ એશિયા કપ જીતવામાં સફળ રહેશે.

    એશિયા કપમાં ભારતનું પલડું ભારે


    એશિયા કપમાં રેકોર્ડની વાત કરવામાં આવે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે 13 વખત ટક્કર થઇ છે. જેમાં 7 માં ભારતનો અને 5 મુકાબલામાં પાકિસ્તાનનો વિજય થયો છે. એક મેચનું કોઇ પરિણામ આવ્યું નથી. જોકે આ વખતે પોન્ટિંગને એશિયા કપમાં બન્ને ટીમો વચ્ચે રોમાંચક સંઘર્ષની આશા છે. પણ તેમને લાગે છે કે આ મેચમાં ટીમ ઇન્ડિયા જીત મેળવવા સફળ રહેશે.

    આ પણ વાંચો - ધોનીએ બદલાવી પોતાની ઇન્સ્ટાગ્રામ તસવીર, ગર્વ થશે જાણીને

    ભારત જીત માટે ફેવરિટ - પોન્ટિંગ


    પોન્ટિંગે કહ્યું કે હું પાકિસ્તાન સામે એશિયા કપની મેચમાં ટીમ ઇન્ડિયાને જીતનો દાવેદાર માની રહી છું. જોકે તેનો એ અર્થ નથી કે પાકિસ્તાન નબળી ટીમ છે. પાકિસ્તાન પણ શાનદાર ક્રિકેટ ટીમ છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેણે ક્રિકેટને ઘણા સુપરસ્ટાર ખેલાડી આપ્યા છે.

    એશિયા કપ ટી20 ટૂર્નામેન્ટ આગામી 27 ઓગસ્ટથી યુએઇની મેજબાની હેઠળ રમાશે. અગાઉ આ ટુર્નામેન્ટ શ્રીલંકામાં રમાવવાની હતી, પરંતુ ખરાબ આર્થિક સ્થિતિને લીધે તેને યુએઇમાં શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 11 સપ્ટેમ્બરે રમાશે.

    એશિયા કપ માટે ભારતીય ટીમ


    રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઇસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, આર પંત (વિકેટકીપર), દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, આર જાડેજા, આર અશ્વિન, ચહલ, આર બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર , અર્શદીપ સિંહ, અવેશ ખાન.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Asia Cup, Ind Vs Pak

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन