Home /News /sport /Asia Cup 2022: રાહુલ દ્રવિડ પાકિસ્તાન સામેના મુકાબલા પહેલા થઇ જશે ફિટ, રવિ શાસ્ત્રીએ બતાવી અચૂક દવા

Asia Cup 2022: રાહુલ દ્રવિડ પાકિસ્તાન સામેના મુકાબલા પહેલા થઇ જશે ફિટ, રવિ શાસ્ત્રીએ બતાવી અચૂક દવા

27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર દરમિયાન એશિયા કપ-2022નું આયોજન થશે

Asia Cup 2022 - ટીમ ઇન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) કોરોનાની ઝપેટમાં આવતા ટીમને ફટકો પડ્યો છે. દ્રવિડ જલ્દી સ્વસ્થ થાય તે માટે રવિ શાસ્ત્રીએ દવા બતાવી છે

    નવી દિલ્હી : એશિયા કપ 2022ની (Asia Cup 2022) શરૂઆત 27 ઓગસ્ટથી થઇ રહી છે. ટીમ ઇન્ડિયા પણ આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ પર કબજો મેળવવા માટે ઘણી મહેનત કરી રહ્યું છે. જોકે ટૂર્નામેન્ટ શરુ થતા પહેલા ટીમ ઇન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid)કોરોનાની ઝપેટમાં આવતા ટીમને ફટકો પડ્યો છે. દ્રવિડ પોઝિટિવ આવતા ટીમની મુશ્કેલી વધી ગઇ છે. જોકે ટીમ ઇન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીનો (Ravi Shastri)અલગ જ માનવું છે. તેમનો મત છે કે કોરોનાની ગભરાવવાની જરૂર નથી.

    રવિ શાસ્ત્રીનું માનવું છે કે દ્રવિડ દુબઈમાં રમાનાર પાકિસ્તાન સામેના મુકાબલા પહેલા સ્વસ્થ થઇ જશે. શાસ્ત્રીએ સ્ટાર સ્પોર્ટ્સ પર ખાસ વાતચીત દરમિયાન કહ્યું કે મને નથી લાગતું કે તેનાથી એટલો ફરક પડશે. વર્તમાન સમયમાં તેને કોવિડ-19ના કહો, આ ફક્ત ફ્લૂ છે. ત્રણ-ચાર દિવસમાં ઠીક થઇ જશે. તે જલ્દી વાપસી કરશે.

    આ પણ વાંચો - ધોનીના કપાયેલા માથાથી લઈને કામરાન-ગંભીરની લડાઇ, આ છે એશિયા કપના 5 વિવાદ

    તેમણે આગળ કહ્યું કે ગત વર્ષે કોવિડ હતો. હું છ દિવસોમાં ડ્રેસિંગ રૂમમાં જઇ શકતો હતો. હું તમને વાયદો કરું છું કે જો હું 6-7 દિવસોમાં ડ્રેસિંગ રૂમમાં જાત અને અમે તે ટેસ્ટ મેચને રમ્યા હોત તો અમે ઓલ્ડ ટ્રેફર્ડમાં જીતી જાત. આ કોવિડ, કોવિડ તમે હાલ કોવિડ વિશે વાત કરતા નથી. આ ફક્ત ફ્લૂ છે. થોડીક પેરાસિટામોલ લઇ લે અને તે ભારત-પાકિસ્તાનના મુકાબલા પહેલા ફિટ થઇ જશે.

    ભારતીય ટીમ એશિયા કપ 2022 માટે યૂએઈ રવાના થઇ ગઇ છે. બીસીસીઆઈએ જાણકારી શેર કરતા જણાવ્યું કે દ્રવિડ ટીમ સાથે રવાના થયા નથી. તે જ્યારે પૂર્ણ રીતે ઠીક થઇ જશે ત્યારે ટીમ સાથે જોડાશે.

    ભારત-પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટના રોજ ટક્કર


    27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર દરમિયાન એશિયા કપ-2022નું આયોજન થશે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન (india vs pakistan match)વચ્ચે 28 ઓગસ્ટના રોજ મુકાબલો યોજાશે. એશિયા કપમાં કુલ છ ટીમ રમશે. છ ટીમમાં ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને એક ક્વોલિફાયર સામેલ છે. ક્વોલિફાયરમાં UAE, કુવૈત, સિંગાપોર અને હોંગ કોંગ વચ્ચે મુકાબલો રમાશે. ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપ ઈતિહાસની સૌથી સફળ ટીમ છે. સૌપ્રથમ વખત વર્ષ 1984માં આ ટુર્નામેન્ટ યોજાઈ હતી. અત્યાર સુધીમાં ભારતે વર્ષ 1984, 1988, 1990-91, 1995, 2010, 2016 અને 2018માં એમ કુલ સાત વખત એશિયા કપ ટૂર્નામેન્ટ જીતી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Asia Cup, રવિ શાસ્ત્રી, રાહુલ દ્રવિડ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन