Home /News /sport /વિરાટ કોહલીને વર્લ્ડ કપ જીતાડનાર સાથીનો મળી ગયો સાથ, હવે બોલરોની લાગશે ક્લાસ

વિરાટ કોહલીને વર્લ્ડ કપ જીતાડનાર સાથીનો મળી ગયો સાથ, હવે બોલરોની લાગશે ક્લાસ

વિરાટ કોહલીએ (Virat Kohli)મેચમાં 35 રનની મહત્વની ઇનિંગ્સ રમી હતી. તેના નામ પ્રમાણે ભલે મોટી ઇનિંગ્સ ના હોય પણ કમબેક પ્રમાણે સારી ગણાશે

Virat Kohli - વિરાટ કોહલી એશિયા કપમાં અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે. કેપ્ટન રોહિત શર્મા પણ એ વાત કહી ચૂક્યો છે કે તે નેટ્સ પર સારી લયમાં જોવા મળી રહ્યો છે

    નવી દિલ્હી : ભારતે એશિયા કપમાં (Asia Cup 2022) જીતથી શરૂઆત કરી છે. પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવી ગત પરાજયનો હિસાબ સરભર કર્યો છે અને સતત ત્રીજી વખત ચેમ્પિયન બનવાનો દાવો મજબૂત કર્યો છે. ભારત માટે આ મેચમાં સારી વાત એ છે કે દરેક ખેલાડીએ જીતમાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છે. વિરાટ કોહલીએ (Virat Kohli)મેચમાં 35 રનની મહત્વની ઇનિંગ્સ રમી હતી. તેના નામ પ્રમાણે ભલે મોટી ઇનિંગ્સ ના હોય પણ કમબેક પ્રમાણે સારી ગણાશે. કોહલી એશિયા કપમાં અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે. કેપ્ટન રોહિત શર્મા પણ એ વાત કહી ચૂક્યો છે કે તે નેટ્સ પર સારી લયમાં જોવા મળી રહ્યો છે. તેના પાછળ તેના સ્પેશ્યલ ક્લાસ છે જે 2011 વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા નિભાવનાર પોતાના જૂના સાથી લઇ રહ્યા છે. આ જૂના સાથી બીજો કોઇ નહીં પણ ઇન્ડિયાના મેન્ટલ એન્ડ કંડીશનિંગ કોચ પૈડી અપ્ટન છે.

    પૈડી હાલમાં જ ભારતીય ક્રિકેટ ટીમમાં મેન્ટલ કંડીશનિંગ કોચ બન્યા છે. તે 2011માં વન-ડે વર્લ્ડ કપ જીતવા દરમિયાન પણ રોલ નિભાવી ચૂક્યા છે. ત્યારે ગેરી કર્સ્ટનન ટીમના કોચ હતા. તે દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ સાથે પણ કામ કરી ચૂક્યા છે.

    કોહલીની ખાસ ક્લાસ


    ઇનસાઇડસ્પોર્ટના રિપોર્ટ પ્રમાણે પૈડી એપ્ટનને ટીમ સાથે જોડ્યા પછી એ જવાબદારી મળી છે કે વિરાટને માનસિક રીતે પહેલા જેવો બનાવવામાં આવે. પૈડી એશિયા કપમાં વિરાટ કોહલી સાથે 45 મિનિટના 4 સેશન કરશે. જેમાં સ્પોર્ટ્સના માનસિક પહેલુ વિશે વાત થશે. બીસીસીઆઈ સાથે જોડાયેલા સૂત્રોના મતે પૈડીએ વિરાટને જૂના રંગમાં પરત ફરવા માટે ખાસ પ્લાનિંગ કરી છે. આ માટે ટીમના વીડિયો એનાલિસ્ટ સાથે તેની ખાસ ઇનિંગ્સોની મોંટાજ બનાવવામાં આવી છે. પૈડી કોહલીને તેની ખાસ ઇનિંગ્સો બતાવી રહ્યા છે. જેથી તેનો આત્મવિશ્વાસ પરત ફરી શકે અને તે જૂના રંગમાં બેટિંગ કરી શકે.

    આ પણ વાંચો - હાર્દિક પંડ્યાએ ધોનીની સ્ટાઇલમાં અપાવી જીત, ભારતનો પાકિસ્તાન સામે વિજય

    પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સ્વીકાર કર્યો છે કે એક મહિનાના બ્રેક પહેલા તે માનસિક રીતે થાકી ચૂક્યો હતો. આ દરમિયાન એ પણ જણાવ્યું કે આ બ્રેક દરમિયાન એક મહિના સુધી તે પોતાના બેટને અડ્યો પણ ન હતો. છેલ્લા 10 વર્ષમાં પ્રથમ વખત બન્યું છે કે વિરાટ એક મહિના સુધી બેટને અડ્યો ના હોય. વેસ્ટ ઇન્ડીઝ અને ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાં વિરાટને આરામ આપવામાં આવ્યો હતો. હવે વિરાટ કોહલી એશિયા કપમાં વાપસી કરી રહ્યો છે.

    મારું મગજ મને બ્રેક લેવા કહી રહ્યું હતું - વિરાટ


    વિરાટે સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે 10 વર્ષમાં પ્રથમ વખત મેં એક મહિના સુધી પોતાના બેટને હાથ પણ લગાડ્યો નથી. મને અહેસાસ થયો કે છેલ્લા કેટલાક સમયમાં જુઠી ઉર્જા (આક્રમકતા) બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. હું પોતાને સમજાવી રહ્યો હતો કે તારી અંદર તે ઉર્જા છે પણ મારું શરીર મને રોકાવવા માટે કહી રહ્યું હતું. મારું મગજ મને બ્રેક લેવા અને એક કદમ પાછળ જવા માટે કહી રહ્યું હતું.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Asia Cup, Virat kohli innings, વિરાટ કોહલી

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन