Home /News /sport /Asia Cup 2022: ભારતીય મહિલા ટીમે લગાવી જીતની હેટ્રિક, UAEને 104 રને આપી માત

Asia Cup 2022: ભારતીય મહિલા ટીમે લગાવી જીતની હેટ્રિક, UAEને 104 રને આપી માત

ભારતીય મહિલા ટીમની શાનદાર જીત

Asia Cup 2022: મહિલા ક્રિકેટ એશિયા કપના ચોથા દિવસે ભારતીય મહિલા ટીમે જીતની હેટ્રિક લગાવી છે. ભારતીય મહિલા ટીમે UAEની મહિલા ટીમને 104 રનથી હરાવ્યું. UAEની ટીમ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને માત્ર 74 રન જ બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયાએ UAEને 179 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: મહિલા ક્રિકેટ એશિયા કપના ચોથા દિવસે ભારતીય મહિલા ટીમે જીતની હેટ્રિક લગાવી છે. ભારતીય મહિલા ટીમે UAEની મહિલા ટીમને 104 રનથી હરાવ્યું. UAEની ટીમ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને માત્ર 74 રન જ બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયાએ UAEને 179 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

    ભારતીય મહિલા ટીમની બોલર રાજેશ્વરી ગાયકવાડે સૌથી વધુ વિકેટ લીધી હતી. આ સાથે જ દયાલન હેમલતાએ એક વિકેટ લીધી હતી.

    કેવું રહ્યું ભારતીય ટીમનું પ્રદર્શન?

    ભારતીય મહિલા ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી એસ મેઘના અને રિચા ઘોષની જોડી પણ કંઈ કમાલ કરી શકી ન હતી. મેઘના માત્ર 10 રન બનાવીને આઉટ થઈ ગઈ, જ્યારે રિચા ખાતું પણ ખોલાવી શકી નહીં.

    દીપ્તિ શર્માએ 49 બોલમાં 64 રન ફટકાર્યા જ્યારે જેમિમાહ રોડ્રિગ્સ 75 રન બનાવીને અણનમ રહી. ભારતીય મહિલા ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને કુલ 178 રન બનાવ્યા હતા.

    આ પણ વાંચો : Women's Asia Cup: UAE સામે ધબડકા પછી દીપ્તિ શર્મા-જેમિમા બન્યા સંકટ મોચન, બંનેની ધમાકેદાર ફિફ્ટી

    બાંગ્લાદેશમાં રમાઈ રહેલા મહિલા એશિયા કપમાં ભારતીય ટીમની આ ત્રીજી મેચ હતી. આ પહેલા ભારતીય ટીમ બંને મેચ જીતી ચૂકી છે.

    ધબડકા પછી શાનદાર વાપસી

    શરૂઆતમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ દીપ્તિ અને જેમિમાની જોડીએ સાવચેતીપૂર્વક રમવાનું શરૂ કર્યું હતું. પાવરપ્લેની પ્રથમ 6 ઓવરમાં ભારતનો સ્કોર 27/3 હતો. પરંતુ, બીજી જ ઓવરમાં જેમિમાએ ગિયર બદલ્યો અને ઝડપથી બેટિંગ શરૂ કરી.


    સાતમી ઓવરમાં જેમિમાએ યુએઈની કેપ્ટન છાયા મુગલના સતત ત્રણ બોલ પર ચોગ્ગા ફટકાર્યા હતા. આ પછી જેમિમાએ પાછું વળીને જોયું નહતું. પહેલા તેણે દીપ્તિ સાથે મળીને ભારતના સ્કોરને 50 અને પછી 100 રનની પાર પહોંચાડ્યો.

    આ દરમિયાન પ્રથમ દીપ્તિએ 15મી ઓવરમાં છગ્ગા વડે પોતાની અર્ધી સદી પૂરી કરી હતી. ત્યારબાદ જેમિમાએ પણ ચોગ્ગો ફટકારીને આ ટૂર્નામેન્ટમાં સતત બીજી અડધી સદી ફટકારી હતી.
    Published by:mujahid tunvar
    First published:

    Tags: Asia Cup, Sports news, Sports News in Gujarati, ક્રિકેટ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन