એશિયા કપ -2021 પણ સ્થાગિત, કોવિડ-19ને કારણે હવે 2023 થઈ શકે છે આયોજન

  • Share this:
    દુબઈ: કોવિડ -19 મહામારીની અસર રમત અને તેની સંબંધિત ટૂર્નામેન્ટ્સ પર પણ પડી રહી છે. જીવલેણ કોરોના વાયરસની સ્થિતિને કારણે ક્રિકેટ કેલેન્ડરમાં સતત ફેરફારને કારણે એશિયા કપ -2021 ટૂર્નામેન્ટ મુલતવી રાખવાની ફરજ પડી હતી. હવે આ ટુર્નામેન્ટ બે વર્ષ પછી એટલે કે 2023 માં યોજાશે. આ વર્ષે કોંટિનેંટલ ટૂર્નામેન્ટ પાકિસ્તાનથી શ્રીલંકા ખસેડવામાં આવી હતી પરંતુ ત્યાં વધતા જતા કેસોને કારણે તેને રદ કરવી પડી હતી.

    એશિયાની ચારેય મોટી ટીમોનું આ વર્ષના અંત સુધી વ્યસ્ત શેડ્યૂલ છે અને આવી સ્થિતિમાં આ વર્ષે ટુર્નામેન્ટના આયોજન માટે સમય મેળવવો ખૂબ મુશ્કેલ રહેશે. આ સંદર્ભમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) એ એક નિવેદન જાહેર કર્યું છે. એસીસીએ કહ્યું, "બોર્ડે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ મુદ્દાને ખૂબ જ સાવચેતીપૂર્વક ધ્યાનમાં લીધો હતો અને નિર્ણય લીધો હતો કે, ટૂર્નામેન્ટ મુલતવી રાખવાનો એકમાત્ર વિકલ્પ હતો".

    WTC Final 2021: એમએસ ઘોનીથી પણ આગળ નિકળવાની તૈયારીમાં વિરાટ કોહલી, તોડશે લૉયડનો રેકોર્ડ


    એસીસીએ કહ્યું કે, "ટુર્નામેન્ટની આ સીઝન 2023માં યોજવી તે વ્યવહારિક રહેશે કારણ કે, એશિયા કપ 2022માં પહેલેથી જ યોજાવાનો છે. સમય આવે ત્યારે તેની તારીખોની પુષ્ટિ કરવામાં આવશે. આ વર્ષે ભારતમાં ઓક્ટોબર-નવેમ્બરમાં ટી -20 વર્લ્ડ કપ પહેલા આ ટૂર્નામેન્ટ ટી -20 ફોર્મેટમાં યોજાવાની અપેક્ષા હતી.

    2018થી એશિયા કપ યોજાયો નથી. 2020માં પણ રોગચાળાને કારણે ટૂર્નામેન્ટ મુલતવી રાખવામાં આવી હતી. પાછલા બે એશિયા કપમાં ભારતે આ ખિતાબ જીત્યો છે.
    Published by:kuldipsinh barot
    First published: