એશિયા કપમાં પાકિસ્તાન સામેના મુકાબલામાં સુકાની રોહિત શર્મા મેદાન પર યુજવેન્દ્ર ચહલ સામે હાથ જોડતો જોવા મળ્યો હતો. ભુવનેશ્વર કુમારના બોલ પર ફખર ઝમાને પુલ શોટ રમવાનો પ્રયત્ન કર્યો હતો.જોકે બોલ હવામાં ગયો હતો. ચહલે ઝમાનનો શાનદાર કેચ પકડ્યો હતો. યુજવેન્દ્રએ જેવો કેચ પકડ્યો કે રોહિત શર્મા હસતા-હસતા તેની તરફ દોડ્યો હતો અને હાથ જોડ્યા હતા. ફખર ઝમાન આ મેચમાં ખાતું પણ ખોલી શક્યો ન હતો.
રોહિત શર્માએ કેમ જોડ્યા હાથ
ટીમ ઇન્ડિયા માટે ફખર ઝમાનને વિકેટ ઘણી મહત્વપૂર્ણ હતી. ફખર ઝમાન ગત વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં શાનદાર સદી ફટકારી ટીમ ઇન્ડિયાનો પરાજય નિશ્ચિત કરી દીધો હતો.આ પછી તેણે થોડા સમય પહેલા જ ઝિમ્બાબ્વે સામે બેવડી સદી ફટકારી હતી.જેથી ટીમ ઇન્ડિયા તેને જલ્દી આઉટ કરવા માંગતી હતી. ભુવનીએ ભારતને સફળતા અપાવી હતી.
પાકિસ્તાન 162 રનમાં ઓલઆઉટ
પાકિસ્તાનની ટીમ 43.1 ઓવરમાં 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી બાબર આઝમે સૌથી વધારે 47 રન બનાવ્યા હતા. આ સિવાય શોએબ મલિકે 43 રન બનાવ્યા હતા. ભારત તરફથી કેદાર જાધવ અને ભુવનેશ્વરે 3-3 વિકેટ ઝડપી. બુમરાહને 2 વિકેટ અને કુલદીપ યાદવને 1 વિકેટ મળી
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર