નારાજ થયો પાકિસ્તાનનો સુકાની સરફરાઝ અહમદ, ઉઠાવ્યા સવાલો

News18 Gujarati
Updated: September 19, 2018, 6:14 PM IST
નારાજ થયો પાકિસ્તાનનો સુકાની સરફરાઝ અહમદ, ઉઠાવ્યા સવાલો
નારાજ થયો પાકિસ્તાનનો સુકાની સરફરાઝ અહમદ

સરફરાઝે કહ્યું હતું કે મને લાગે છે કે બધી ટીમો માટે સમાન નિયમ હોવો જોઈએ પછી તે ભારત હોય કે પાકિસ્તાન

  • Share this:
ભારતીય ક્રિકેટ ટીમ એશિયા કપની બધી મેચો દુબઈમાં રમશે જ્યારે બીજી ટીમો દુબઈ અને અબુ ધાબી બંને સ્થાને રમશે. આ કારણે પાકિસ્તાનના સુકાની સરફરાઝ અહમદે નારાજગી વ્યક્ત કરી હતી. ભારતે પોતાની બે મેચ અબુધાબીમાં રમવાની હતી પણ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો, જેની રોહિત શર્માની ટીમ પોતાની બધી મેચો દુબઈમાં જ રમશે.

ભારતના પક્ષમાં કાર્યક્રમમાં ફેરફાર વિશે પુછતા સરફરાઝે કહ્યું હતું કે તમે કાર્યક્રમને જોવો તો ભારત પુલ મેચ હારી જાય તો પણ તે દુબઈમાં જ રમશે. જો તમારે 90 મિનિટનો પણ પ્રવાસ કરવાનો છે અને ફક્ત એક દિવસના અંતરમાં મેચ રમવાની હોય તો તે પડકારજનક છે.

સરફરાઝે કહ્યું હતું કે મને લાગે છે કે બધી ટીમો માટે સમાન નિયમ હોવો જોઈએ પછી તે ભારત હોય કે પાકિસ્તાન. મને નથી ખબર કે આની પાછળ એશિયન ક્રિકેટ પરિષદનો શું વિચાર છે. મને લાગે છે કે પીસીબી આ મામલે વિચાર કરી રહ્યું છે. ખબર છે કે ટૂર્નામેન્ટની યજમાની કરી રહેલા બીસીસીઆઈએ વ્યાવસાયિક હિતોને ધ્યાનમાં રાખતા મેદાનમાં ફેરફાર નહીં કરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો - પાકિસ્તાનના આ બોલરે ભારતને આપ્યો પડકાર, કહ્યું - 5 બેટ્સમેનને કરીશ આઉટ

દુબઈમાં હાજર બીસીસીઆઈના વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે પીટીઆઈને કહ્યું હતું કે દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમની ક્ષમતા 25000 દર્શકોની છે. જે અબુ ધાબીમાં શેખ જાયેદ સ્ટેડિયમથી 5000 વધારે છે. ભારત વિ. પાકિસ્તાન અને ભારત વિ. બાંગ્લાદેશ મેચમાં સ્ટેડિયમ ખીચોખીચ ભરાય તેવી આશા છે. બીસીસીઆઈને ફક્ત ટિકિટ વેચાણના પૈસા મળી રહ્યા છે તેથી અમે 5000 સીટોની સમજુતી કેવી રીતે કરી શકીએ.
First published: September 19, 2018, 6:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading