પાક સામે પરાજય પછી અફઘાન બોલર રડી પડ્યો, મલિકે શાંત પાડી જીત્યા દિલ

News18 Gujarati
Updated: September 22, 2018, 5:34 PM IST
પાક સામે પરાજય પછી અફઘાન બોલર રડી પડ્યો, મલિકે શાંત પાડી જીત્યા દિલ
પાક સામે પરાજય પછી અફઘાન બોલર રડી પડ્યો, શોએબ મલિક આવ્યો સમજાવવા

પાકિસ્તાનની બેટિંગની અંતિમ ઓવરમાં જે દ્રશ્ય જોવા મળ્યા હતા તેણે ક્રિકેટ પ્રશંસકોને ઇમોશનલ કરી દીધા હતા

  • Share this:
એશિયા કપના સુપર-4ના બીજા મુકાબલામાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને 3 વિકેટે હરાવ્યું હતું. મેચમાં અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 6 વિકેટે 257 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને 3 બોલ બાકી રાખતા 7 વિકેટ ગુમાવી વિજય મેળવી લીધો હતો. શોએબ મલિક પાકિસ્તાન માટે સંકટમોચક સાબિત થયો હતો તેણે અંતિમ ઓવરમાં સતત બે બાઉન્ડ્રી ફટકારી પાકિસ્તાનને જીત અપાવી હતી.

પાકિસ્તાનની બેટિંગની અંતિમ ઓવરમાં જે દ્રશ્ય જોવા મળ્યા હતા તેણે ક્રિકેટ પ્રશંસકોને ઇમોશનલ કરી દીધા હતા. અંતિમ ઓવરોમાં રાશિદ ખાન અને મુજીબ ઉર રહેમાને પાકિસ્તાની બેટ્સમેનોને એક-એક રન માટે તરસાવ્યા હતા. પાકિસ્તાને અંતિમ ઓવરમાં જીત માટે 10 રનની જરૂરી હતી અને શોએબ મલિક બેટિંગ કરી રહ્યો હતો. બોલિંગની જવાબદારી અફઘાનિસ્તાને આફતાબ આલમને આપી હતી.

પ્રથમ બોલ પર મલિકનો શોટ ફિલ્ડરના હાથમાં ગયો હતો. બીજા બોલ પર મલિકે સિક્સર ફટકારી હતી. આ પછી ત્રીજા બોલે ફોર ફટકારી મલિકે પાકિસ્તાનને જીત અપાવી હતી. મલિકે વિજયી ફોર ફટકારતા જ પાકિસ્તાનના ખેલાડી અને પ્રશંસકો જીતની ઉજવણી કરવા લાગ્યા હતા. બીજી તરફ બોલર આફતાબ આલમ પરાજય પછી ભાવુક બની ગયો હતો અને મેદાનમાં જ જોર-જોરથી રડી પડ્યો હતો. આ દરમિયાન રાશિદ ખાન અને બીજા ખેલાડી તેની પાસે ગયા હતા અને તેને સાંત્વના આપી હતી.
પાકિસ્તાની ખેલાડી શોએબ મલિક પણ તેની પાસે પહોંચ્યો હતો અને તેના ખભા ઉપર હાથ રાખીને સમજાવ્યો હતો. મલિકના આ અંદાજની સોશિયલ મીડિયામાં પ્રશંસા થઈ રહી છે. રાશિદ ખાન અને અન્ય અફઘાનિસ્તાનના ખેલાડી આફતાને શાંત પાડી ડ્રેસિંગ રૂમમાં લઈ ગયા હતા.
First published: September 22, 2018, 5:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading