મહિલા એશિયા કપમાં ટીમ ઈન્ડિયાની ધમાકેદાર શરૂઆત, મલેશિયાને કર્યું 27 રનમાં ઓલઆઉટ

News18 Gujarati
Updated: June 3, 2018, 6:30 PM IST
મહિલા એશિયા કપમાં ટીમ ઈન્ડિયાની ધમાકેદાર શરૂઆત, મલેશિયાને કર્યું 27 રનમાં ઓલઆઉટ

  • Share this:
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રવિવારે એશિયા કપમાં જીત સાથે શરૂઆત કરી છે. મલેશિયા વિરૂદ્ધ પોતાની પહેલી મેચમાં મિતાલી રાજે 97 રનની અણનમ ઈનિંગની મદદથી ભારતીય ટીમે મલેશિયાને 142 રનથી માત આપી છે.

ભારતની કેપ્ટનસી હરમનપ્રીતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે પોતાની પહેલી વિકેટ માત્ર આઠ રને જ ગુમાવી દીધી હતી. સ્મૃતિ મંધાના માત્ર બે રન પર એના હમિજાદની બોલ પર ક્લિન બોલ્ડ થઈ ગઈ હતી. મંધાનાની જગ્યા લેવા માટે પૂજા વસ્ત્રાકાર મેદાન પર આવી પરંતુ મિતાલી રાજને વધારે સાથ આપી શકી નહી અને 16 રને કેચ આઉટ થઈ ગઈ.

બે વિકેટ પડ્યા બાદ આવેલ હરમનપ્રીત કૌરે મિતાલી રાજ સાથે મળીને 86 રનની ભાગીદારી કરીને ટીમના સ્કોરને આગળ વધાર્યો પરંતુ તે પણ 32 રન બનાવીને રન આઉટ થઈ ગઈ હતી. બીજી તરફ મિતાલી રાજ મોટા શોર્ટ રમતી રહી પરંતુ મિતાલી પોતાની શતક પૂરી કરી શકી નહી. મિતાલીએ 13 ચોગ્ગા અને 1 સિક્સ સાથે 97 રન બનાવ્યા. ભારતે 20 ઓવરમાં 169 રન બનાવીને મેજબાન ટીમને 170 રનનો ટાર્ગેટ આપી દીધો.

27 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ મલેશિયા
ટાર્ગેટનો પીછો કરવા માટે ઉતરેલ મલેશિયાની ટીમની બેટિંગ લાઈન પત્તાના મહેલની જેમ તૂટી પડી હતી. ટીમનો એકપણ ખેલાડી બે આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યો નહતો. ટીમ માટે સૌથી વધારે નવ રન સાશા આજમીએ બનાવ્યા. બોલરોના શાનદાર પ્રદર્શનથી મલેશિયાની ટીમને માત્ર 27 રન પર ઓલઆઉટ કરી નાંખીને ટીમ ઈન્ડિયાએ 142 રને જીત મેળવી લીધી હતી. ભારત તરફથી પૂજા વસ્ત્રાકરે સૌથી વધારે ત્રણ વિકેટ લીધી જ્યારે પૂનમ યાદવ અને અનુજા પાટિલને બે-બે વિકેટ મળી હતી.
First published: June 3, 2018, 6:28 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading