વર્લ્ડ કપ પહેલા ક્રિકેટપ્રેમીઓ માટે ખુશખબર, આ તારીખે થશે ભારત-પાક.વચ્ચે મુકાબલો

News18 Gujarati
Updated: July 25, 2018, 3:12 PM IST
વર્લ્ડ કપ પહેલા ક્રિકેટપ્રેમીઓ માટે ખુશખબર, આ તારીખે થશે ભારત-પાક.વચ્ચે મુકાબલો
ફાઇલ ફોટો (તસવીર - ટ્વિટર)

  • Share this:
ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ જોવા માંગતા ક્રિકેટપ્રેમીઓ માટે આનંદના સમાચાર છે. 2017ની ચેમ્પિયન્સ ટ્રોફી પછી પ્રથમ વખત વિરાટ કોહલી અને સરફરાઝ અહેમદની ટીમ એકબીજા સામે ટકરાશે. બંને વચ્ચે સપ્ટેમ્બરમાં એશિયા કપમાં મુકાબલો થશે. આ ટૂર્નામેન્ટ અબુધાબી અને દુબઈમાં રમાશે.

એશિયા કપ-2018નો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. ટીમ ઇન્ડિયા કટ્ટર હરીફ પાકિસ્તાન સામે 19 સપ્ટેમ્બરના રોજ ટકરાશે. ટીમ ઇન્ડિયા આ ટૂર્નામેન્ટમાં અભિયાનની શરૂઆત 18 સપ્ટેમ્બરે ક્વોલિફાયર ટીમ સામે મેચ રમીને કરશે. ટીમ ઇન્ડિયાને પાકિસ્તાન અને એક ક્વોલિફાયર ટીમના ગ્રૂપ-એ માં રાખવામાં આવ્યા છે. જ્યારે ગ્રૂપ-બીમાં શ્રીલંકા, બાંગ્લાદેશ ને અફઘાનિસ્તાને રાખવામાં આવ્યા છે. બંને ગ્રૂપની ટોપ બે ટીમો સુપર-4 માટે ક્વોલિફાય કરશે. ફાઇનલ 28 સપ્ટેમ્બરના રોજ રમાશે.

આ ટૂર્નામેન્ટની 15 સપ્ટેમ્બરથી શરૂઆત થશે. પ્રથમ મેચ બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે રમાશે. એક ક્વોલિફાયર તરીકે યુએઈ, સિંગાપુર, ઓમાન, નેપાળ, મલેશિયા અને હોંગકોંગમાંથી ટીમનો સમાવેશ થશે.

એશિયા કપ-2018નો કાર્યક્રમ

ગ્રૂપ સ્ટેજ
15 સપ્ટેમ્બર - બાંગ્લાદેશ વિ. શ્રીલંકા (દુબઈ)16 સપ્ટેમ્બર - પાકિસ્તાન વિ. ક્વોલિફાયર(દુબઈ)
17 સપ્ટેમ્બર - શ્રીલંકા વિ. અફઘાનિસ્તાન (અબુધાબી)
18 સપ્ટેમ્બર - ભારત વિ. ક્વોલિફાયર (દુબઈ)
19 સપ્ટેમ્બર - ભારત વિ. પાકિસ્તાન (દુબઈ)
20 સપ્ટેમ્બર - બાંગ્લાદેશ વિ. અફઘાનિસ્તાન (અબુધાબી)

સુપર -4

20 સપ્ટેમ્બર - ગ્રૂપ A વિજેતા વિ. ગ્રૂપ B રનર્સ અપ (દુબઈ)

21 સપ્ટેમ્બર - ગ્રૂપ B વિજેતા વિ. ગ્રૂપ A રનર્સ અપ (અબુધાબી)

23 સપ્ટેમ્બર - ગ્રૂપ B વિજેતા વિ. ગ્રૂપ A રનર્સ અપ(દુબઈ)

25 સપ્ટેમ્બર - ગ્રૂપ A વિજેતા વિ. ગ્રૂપ B વિજેતા (દુબઈ)

26 સપ્ટેમ્બર - ગ્રૂપ A રનર્સ અપ વિ. B રનર્સ અપ (અબુધાબી)

 

28 સપ્ટેમ્બર - ફાઇનલ (દુબઈ)
First published: July 25, 2018, 3:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading