એશિયા કપમાં ભારતે આપેલા 286 રનના પડકાર સામે હોંગકોંગે 37 ઓવરમાં 2 વિકેટે 177 રન બનાવી લીધા છે. ઓપનર અંશુમન રથ (73) અને નઝાકત ખાને (92) પ્રથમ વિકેટ માટે 174 રનની ભાગીદારી નોંધાવી હતી.
શિખર ધવનની સદી (127) અને અંબાતી રાયડુની અડધી સદી (60)ની મદદથી ભારતે એશિયા કપમાં હોંગકોંગને જીતવા માટે 286 રનનો પડકાર આપ્યો છે. ભારતે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 285 રન બનાવ્યા હતા.
ભારતના ઓપનર રોહિત શર્મા અને ધવને પ્રથમ વિકેટ માટે 45 રનની ભાગીદારી નોંધાવી શાનદાર શરૂઆત અપાવી હતી. રોહિત શર્મા 23 રન બનાવી કેચ આઉટ થયો હતો. તેના આઉટ થયા પછી ધવન અને રાયડુએ બાજી સંભાળી હતી. રાયડુ અને ધવન વચ્ચે બીજી વિકેટ માટે 116 રનની ભાગીદારી નોંધાઈ હતી. રાયડુએ 70 બોલમાં 3 ફોર અને 2 સિક્સર સાથે 60 રન બનાવ્યા હતા.
આ પછી ધવને એક છેડો જાળવી રાખતા 120 બોલમાં 15 ફોર અને 2 સિક્સર સાથે 127 રન બનાવ્યા હતા. ભારતે 240 રને ત્રીજી વિકેટ ગુમાવી હતી. ધવન અને કાર્તિક વચ્ચે 79 રનની ભાગીદારી નોંધાઈ હતી. ધોની 3 બોલ રમી ખાતું ખોલાયા વિના આઉટ થયો હતો. દિનેશ કાર્તિકે 33 રન બનાવ્યા હતા. કેદાર જાધવ 28 રને અણનમ રહ્યો હતો.
હોંગકોંગે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ડાબોડી ફાસ્ટ બોલર ખલીલ અહમદ ભારત તરફથી ડેબ્યુ કર્યું હતું. ભારતના ખેલાડીઓ માટે આ મેચ ટૂર્નામેન્ટમાં પોતાની લય મેળવવા માટે સારી સાબિત થશે કારણ કે ભારત બુધવારે પાકિસ્તાન સામે રમવાનું છે. ભારત આ મેચમાં ત્રણ ફાસ્ટ બોલર અને બે સ્પિનરો સાથે મેદાનમાં ઉતર્યુ છે. હોંગકોંગની આ બીજી મેચ છે. પ્રથમ મેચમાં તેનો પાકિસ્તાન સામે 8 વિકેટે પરાજય થયો હતો.
દુબઈ ભારતનું 132મું વન-ડે વેન્યુ
દુબઈમાં ભારતીય ક્રિકેટ ટીમ પ્રથમ વખત મેચ રમશે. દુબઈનું ગ્રાઉન્ડ ભારતનું 132મું વન-ડે વેન્યુ બન્યું છે. ભારત સૌથી વધારે શારજાહમાં 72 વન-ડે રમ્યું છે. કોલંબોમાં 43 વન-ડે રમ્યું છે.
Tonight's ODI match in Dubai will be India's 1st at this venue in any format. Overall, Dubai will be India's 132nd ODI venue.
Most ODIs played by India @
72 - Sharjah
43 - Colombo RPS
22 - Mirpur
21 - Kolkata/Melbourne/Harare
20 - Dhaka/Bangalore#IndvHK#AsiaCup#AsiaCup2018