વીજળીથી પણ તેજ છે ધોનીનો હાથ, એશિયા કપ ફાઇનલમાં કર્યું આ પરાક્રમ

News18 Gujarati
Updated: September 29, 2018, 8:30 AM IST
વીજળીથી પણ તેજ છે ધોનીનો હાથ, એશિયા કપ ફાઇનલમાં કર્યું આ પરાક્રમ
મહેન્દ્ર સિંહ ધોની

એશિયા કપમાં ફાઇનલમાં શારી શરુઆત થવા છતાં બાંગ્લાદેશની ટીમ વધારે સ્કોર ન બનાવી શકી.

  • Share this:
એશિયા કપમાં ફાઇનલમાં શારી શરુઆત થવા છતાં બાંગ્લાદેશની ટીમ વધારે સ્કોર ન બનાવી શકી. ટીમ ઇન્ડિયાના બાંગ્લાદેશના 222 રનો ઉપર સમેટાઇ ગઇ છે. લિટ્ટન દાસ અને મેહદી હસનની 120 રનની ઓપનિંગ ભાગીદારી પછી ટીમ ઇન્ડિયાએ જબદસ્ત વળતો હુમલો કર્યો હતો. અને બાંગ્લાદેશને માત્ર 102 રનમાં જ નવ વિકેટ લઇ લીધી હતી.

ટીમ ઇન્ડિયાના આ હુમલામાં મહેન્દ્ર સિંહ ધોનીનો મોટો હાથ છે. ધોનીએ શતકવીર લિટ્ટન દાસ અને બાંગ્લાદેશના કેપ્ટન મશરફે મુર્તઝાને સ્ટંપ આઉટ કર્યો હતો. ત્યારબાદ તેમણે અનેક રેકોર્ડ પોતાના નામે કરી દીધા છે. ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વિકેટ પાછળ 800 વિકેટ પુરી કરી છે. તેમણે આ રેકોર્ડ બનાવનાર એશિયાના પહેલા વિકેટ કીપર છે. ધોનીથી આગળ માર્ક બાઉચર (998) અને એડમ ગિલક્રિસ્ટ (905) છે.

ઇન્ટરનેશન ક્રિકેટમાં ધોનીએ સૌથી વધારે 184 સ્ટંમ્પિગ્સ છે. પરંતુ ક્રિકેટ લિસ્ટની વાત કરીએ તો તેમના નામે 130 સ્ટમ્પિંગ્સ છે. તેઓ આ લિસ્ટમાં બીજા નંબર ઉપર છે. બાંગ્લાદેશન સામે ફાઇનલ મેચ પછી તેમણે ઇંગ્લેન્ડના પૂર્વ વિકેટ કિપર સ્ટીવ રોડ્સ (129)ને પછાડી દીધો છે.

એશિયા કપના વન ડે ફોર્મેટની વાત કરીએ તો ધોનીના નામે સૌથી વધારે 10 સ્ટમ્પિંગ્સ થઇ ગઇ છે. તેમણે શ્રીલંકાના કુમાર સંગકારાને પછાડી દીધો છે. જેમના નામે આ ટૂર્નામેન્ટમાં 9 સ્ટંપિંગ્સ પણ છે. એશિયા કપમાં વિકેટના પાછળ શિકાર કરવાની વાત તો ધોનીને 36 બેટ્સમેનને આઉટ કર્યા છે. ધોનીએ કુમાર સંગકારાની બરાબરી કરી લીધી છે.
First published: September 29, 2018, 8:30 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading