માતા દુર્ગાનો ભક્ત છે બાંગ્લાદેશનો ઓપનર લિટ્ટન દાસ, ફાઇનલમાં કરી કમાલ

News18 Gujarati
Updated: September 28, 2018, 7:36 PM IST
માતા દુર્ગાનો ભક્ત છે બાંગ્લાદેશનો ઓપનર લિટ્ટન દાસ, ફાઇનલમાં કરી કમાલ
બાંગ્લાદેશનો ઓપનર લિટ્ટન દાસ હિન્દુ ખેલાડી છે

બાંગ્લાદેશનો ઓપનર લિટ્ટન દાસ હિન્દુ ખેલાડી છે અને તે માતા દુર્ગાનો મોટો ભક્ત છે

  • Share this:
એશિયા કપની ફાઇનલમાં બાંગ્લાદેશનો ઓપનર લિટ્ટન દાસ ટીમની વહારે આવ્યો હતો. તેણે સદી ફટકારી ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. દાસે આક્રમક બેટિંગ કરતા 87 બોલમાં 11 ફોર અને 2 સિક્સર સાથે 100 રન બનાવ્યા હતા. તેણે કારકિર્દીમાં પ્રથમ સદી ફટકારી હતી.

બાંગ્લાદેશનો ઓપનર લિટ્ટન દાસ હિન્દુ ખેલાડી છે અને તે માતા દુર્ગાનો મોટો ભક્ત છે. 3 વર્ષ પહેલા 2015માં લિટ્ટન દાસ મા દુર્ગાના ફોટાના કારણે વિવાદમાં આવ્યો હતો. દુર્ગા પૂજાના સમયે લિટ્ટન દાસે પોતાના ફેસબુક એકાઉન્ટ પર મા દુર્ગાનો ફોટો પોસ્ટ કર્યો હતો. આ પછી ઘણા લોકોએ તેને ખરું -ખોટું કહ્યું હતું. બાંગ્લાદેશના ઘણા લોકો તેની સાથે પણ રહ્યા હતા. લિટ્ટન દાસે કહ્યું હતું કે હું એક બાંગ્લાદેશી પ્રથમ છું અને ધર્મ અમને અલગ કરી શકે નહીં.

બાંગ્લાદેશનો ઓપનર લિટ્ટન દાસ હિન્દુ ખેલાડી છે અને તે માતા દુર્ગાનો મોટો ભક્ત છે.


ફાઇનલમાં બાંગ્લાદેશનો ખરાબ રેકોર્ડ
કોઈપણ શ્રેણીની ફાઇનલમાં બાંગ્લાદેશનો રેકોર્ડ ઘણો ખરાબ રહ્યો છે. તે આજ સુધી એકપણ ફાઇનલ મેચ જીતી શક્યું નથી. બાંગ્લાદેશે અત્યાર સુધી પાંચ ફાઇનલ ગુમાવી છે.

 
First published: September 28, 2018, 7:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading