Asia Cup : રડતા બાળકને ભુવીએ કર્યો ફોન, ચેમ્પિયન બનવાનો કર્યો વાયદો

News18 Gujarati
Updated: September 27, 2018, 7:24 PM IST
Asia Cup : રડતા બાળકને ભુવીએ કર્યો ફોન, ચેમ્પિયન બનવાનો કર્યો વાયદો
રડતા બાળકને શાંત પાડતા તેના પિતા

Asia Cup 2018: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ ટાઇ પડતા મેદાનમાં બેેસેલ ભારતનો નાનો પ્રશંસક જોર શોરથી રડવા લાગ્યો હતો

  • Share this:
એશિયા કપનાં સુપર-4ના મુકાબલામાં ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે જીત મેળવી શકી ન હતી. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ ટાઇ પડી હતી. રાશિદ ખાને જાડેજાને આઉટ કરી ભારતના હાથમાંથી જીત છીનવી લીધી હતી. આ મેચ ટાઇ પડ્યા પછી મેદાનમાં બેસેલો એક નાનો બાળક જોર-જોરથી રડવા લાગ્યો હતો.

આ બાળક જાડેજાના આઉટ થયા પછી એટલો નિરાશ થયો હતો કે તે રડી પડ્યો હતો. જોકે આ પછી ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે આ બાળકને ખાસ ભેટ આપી હતી.

મેચ પછી ભુવનેશ્વર કમારે આ બાળકના પિતા અમરપ્રીત સિંહને કોલ કર્યો હતો અને બાળક સાથે વાત કરી હતી. ભુવનેશ્વરે બાળકને શાંત કરાવતા ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનાવવાનો વાયદો કર્યો છે. ભુવની કોલ પછી આ બાળક ખુશ થઈ ગયો હતો. આ ઘટનાનો વીડિયો અને તસવીરો બાળકના પિતા અમરપ્રીત સિંહે ટ્વિટ કરી હતી.





ભુવનેશ્વરે જ નહીં ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહે પણ બાળકને શાંત કરાવતા ટીમ ઇન્ડિયા ચેમ્પિયન બનશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો. આ સિવાય હરીફ ટીમના ખેલાડી રાશિદ ખાન અને મોહમ્મદ શહઝાદે પણ બાળકની મુલાકાત કરી તેની સાથે ફોટો ખેચાવ્યો હતો.



એશિયા કપમાં શુક્રવારે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ફાઇનલ મેચ રમાશે.

આ પણ વાંચો - સાવધાન ટીમ ઇન્ડિયા! આ કારણે ફાઇનલમાં બાંગ્લાદેશ પડી શકે છે ભારે
First published: September 27, 2018, 7:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading