સાવધાન ટીમ ઇન્ડિયા! આ કારણે ફાઇનલમાં બાંગ્લાદેશ પડી શકે છે ભારે

News18 Gujarati
Updated: September 27, 2018, 5:04 PM IST
સાવધાન ટીમ ઇન્ડિયા! આ કારણે ફાઇનલમાં બાંગ્લાદેશ પડી શકે છે ભારે
શુક્રવારે ફાઇનલમાં ભારત અને બાંગ્લાદેશની ટીમ ટકરાશે

હવે શુક્રવારે ફાઇનલમાં ભારત અને બાંગ્લાદેશની ટીમ ટકરાશે

  • Share this:
ભારત અને પાકિસ્તાનના ક્રિકેટ પ્રશંસકો એશિયા કપની ફાઇનલમાં બંને ટીમો વચ્ચે રોમાંચક મુકાબલાની રાહ જોઈ રહ્યા હતા પણ બાંગ્લાદેશે પાકિસ્તાનને સેમિ ફાઇનલમાં સમાન મેચમાં હરાવી બહારનો રસ્તો બતાવી દીધો છે. હવે શુક્રવારે ફાઇનલમાં ભારત અને બાંગ્લાદેશની ટીમ ટકરાશે. જો તમે વિચારી રહ્યા હોય કે બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવવું આસાન છે તો તમે ભ્રમમાં છો. છેલ્લી કેટલીક મેચોમાં બાંગ્લાદેશની ટીમના પ્રદર્શન પર નજર કરવામાં આવે તો તે મજબુત ટીમ જોવા મળી રહી છે. આ 3 કારણોના કારણે ટીમ ઇન્ડિયાને બાંગ્લાદેશ સામે ફાઇનલમાં ખતરો છે.

મુસ્તાફિઝુર રહેમાન છે શાનદાર લયમાં
કટર માસ્ટર મુસ્તાફિઝુર રહેમાન હાલ શાનદાર ફોર્મમાં છે. તે 4 મેચમાં 8 વિકેટ ઝડપી ચૂક્યો છે. તેણે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં 32 ઓવર ફેંકી છે અને 5 કરતા પણ ઓછી ઇકોનોમી એવેરજથી રન આપ્યા છે. તે રન પર અંકુશ લગાવી બેટ્સમેનો પણ દબાણ બનાવવા સફળ રહે છે. તે ભારત સામે પણ આ જ પ્રકારની રણનીતિ અપનાવી શકે છે.

મિડલ ઓર્ડરનું શાનદાર પ્રદર્શન
તામિમ ઇકબાલની ગેરહાજરીમાં બાંગ્લાદેશનો ટોપ ઓર્ડર સંઘર્ષ કરી રહ્યો છે. લિટન દાસ, નજમુલ હુસૈન, મોમિનુલ હક અને સૌમ્ય સરકાર સારું પ્રદર્શન કરવા નિષ્ફળ રહ્યા છે. જોકે મિડલ ઓર્ડરમાં મુશ્ફિકુર રહીમ, મહમદુલ્લાહ અને મોહમ્મદ મિથુન રકાસ ખાળવા સફળ રહ્યા છે. રહીમે 70 કરતા વધારે એવરેજથી 297 રન બનાવ્યા છે. મહમદુલ્લાહે 150થી વધારે અને મિથુને 135 રન બનાવ્યા છે. ભારતીય બોલિંગ આક્રમક શરૂઆતમાં વિકેટ ઝડપવા સફળ રહે તો પાકિસ્તાને કરેલી ભૂલ નહીં કરે અને સતત દબાણ બનાવવું પડશે.

આ પણ વાંચો - આ મિસ્ટ્રી ગર્લના દિવાના થયા ભારતીય, જાણો કોણ છે આ પ્રશંસકમોર્તુઝાની શાનદાર કેપ્ટનશિપ
વર્તમાન સમયમાં બાંગ્લાદેશના સૌથી અનુભવી ક્રિકેટર મશરેફ મોર્તુઝાની બોલિંગ અને ફિલ્ડિંગનો કોઈ જવાબ નથી. આ સિવાય તેની કેપ્ટનશિપે પણ પ્રભાવિત કર્યા છે. જે રીતે તે ફિલ્ડિંગ સેટ કરે છે અને બોલિંગમાં ફેરફાર કરાવે છે તે કમાલ છે. પાકિસ્તાન સામેની મેચમાં પણ આ જોવા મળ્યું હતું. આ મેચમાં બોલિંગની શરૂઆત સ્પિનર મહેદી હસન પાસે કરાવી હતી. તેણે ફખર ઝમાનને આઉટ પણ કર્યો હતો. ઇમામ ઉલ હક અને આસિફ અલી મેચને બાંગ્લાદેશ પાસેથી ખેચી લઈ જતા હતા ત્યારે કેપ્ટને ફરી મેહેદીને બોલાવ્યો હતો અને વિકેટ ઝડપી બાંગ્લાદેશને જીત અપાવી હતી.
First published: September 27, 2018, 5:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading