બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ: સિંધુ જીતી પરંતુ ભારત હારી ગયું

બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપ: સિંધુ જીતી પરંતુ ભારત હારી ગયું

 • Share this:
  પીવી સિંધુની જીત છતાં ભારતીય મહિલા બેડમિન્ટન ટીમને એશિયા ટીમ ચેમ્પિયનશિપમાં ઈન્ડોનેશિયા સામે 1-3થી હારનો સામનો કરવો પડ્યો છે.

  આ પહેલા ગુરૂવારે પણ ભારતે જાપાન વિરૂદ્ધ પણ હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં સિંધુ ઉપરાંત બધા ભારતીય ખેલાડીઓ પોતાની મેચ હારી ગઈ હતી. આ ચેમ્પિયનશીપમાં ટીમની બીજી હાર હતી.  સિંધુએ શનિવારના દિવસે પહેલી મેચમાં ફિતરિયાનીને 21-13, 24-22થી હરાવીને પોતાની ટીમની સારી શરૂઆત કરી લીધી હતી. આ જીત બાદ ભારતીય ટીમ સતત ત્રણ મેચ ગુમાવી દીધી હતી.

  અશ્વિનિ પોનપ્પા અને સિક્કી રેડ્ડીની ભારતીય જોડીને ગ્રેસિયા પોલ્લી અને અપ્રિયાની રાહાયૂએ એક તરફી મેચમાં 21-5, 21-16થી માત આપી દીધી હતી.

  દિવસના બીજા સિંગલ મુકાબલામાં અંજિયા શિટ્ટા અવંદા અને મહાદેવી ઈસ્તારાનીએ સિંધુ અને સંયોગિતા ઘોરપડેની જોડીને 21-9, 21-18થી માત આપી દીધી છે.

  ભારતીય મહિલાઓ બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશીપમાં જાપાનથી 1.4થી હાર્યા છતાં ક્વોર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ હતી. એલોરે સેતાર (મલેશિયા)માં રમાઈ રહેલી ટૂર્નામેન્ટમાં ભારતીયમાંથી માત્ર પીવી સિંધુએ જ જીત મેળવી હતી. તેને દુનિયાની બીજા નંબરની ખેલાડી અકાને યામાગુચીને સીધા સેટમાં માત આપી હતી. આમ હાર છતાં ભારત પુરૂષ અને મહિલા બંને વર્ગોમાં ક્વોર્ટર ફાઈનલમાં પહોંચી ગયા હતા. જોકે, અંતમાં તો પીવી સિંધુની જીત પણ પાણીમાં ગઈ હતી. અંતે પીવી સિંધુ તો જીતી ગઈ પરંતુ ભારત હારી ગયું હતું.
  First published:February 09, 2018, 19:21 pm

  टॉप स्टोरीज