Home /News /sport /Ravichandran Ashwin: સારા પ્રદર્શન પછી પણ અશ્વિનને નહીં રમાડે, કોંગ્રેસ નેતા ઉકળ્યા, સેહવાગે કર્યા વખાણ

Ravichandran Ashwin: સારા પ્રદર્શન પછી પણ અશ્વિનને નહીં રમાડે, કોંગ્રેસ નેતા ઉકળ્યા, સેહવાગે કર્યા વખાણ

રવિચંદ્રન અશ્વિન

INDIA VS BANGLADESH: રવિચંદ્રન અશ્વિનને બીજી ઇનિંગ્સમાં 41 રન બનાવવા અને બંને ઇનિંગ્સમાં 6 વિકેટ લેવા બદલ પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. સાથે તેણે અનેક રેકોર્ડ્સ તોડ્યા હતા.

INDIA VS BANGLADESH: આજે ટીમ ઈન્ડિયાએ 25 ડિસેમ્બર 2022ના રોજ બીજી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશ (IND vs BAN) ને 3 વિકેટથી હરાવ્યું. 145 રનના ટાર્ગેટનો પીછો કરતા ટીમ ઈન્ડિયાએ 74 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. એવું લાગતું હતું કે બાંગ્લાદેશની ટીમ ટેસ્ટ મેચ જીતીને ઈતિહાસ રચશે. પણ રવિચંદ્રન અશ્વિન અને શ્રેયસ અય્યરે 71 રનની ભાગીદારી કરીને એવું થવા દીધું નહોતું અને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી.

અશ્વિનને મેન ઓફ ધ મેચ

રવિચંદ્રન અશ્વિનને બીજી ઇનિંગ્સમાં 41 રન બનાવવા અને બંને ઇનિંગ્સમાં 6 વિકેટ લેવા બદલ પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. જીત બાદ, કોંગ્રેસ નેતા શશિ થરૂરે રવિચંદ્રન અશ્વિનની પ્રશંસા કરતા ભારતીય ટીમ મેનેજમેન્ટ પર આકરા પ્રહાર કર્યા હતા.



તો બીજી તરફ ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે ઓલરાઉન્ડરને વૈજ્ઞાનિક ગણાવ્યો હતો. તેણે એક ફોટો શેર કર્યો હતો અને એમાં લખ્યું હતું કે વૈજ્ઞાનિક અશ્વિને કરી બતાવ્યુ. વિકેટ કીપર બેટ્સમેન દિનેશ કાર્તિકે પણ રવિચંદ્રન અશ્વિન અને શ્રેયસ અય્યરના વખાણ કર્યા હતા.


 રવિચંદ્રન અશ્વિનની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે. તેની બોલિંગને સમજવી સરળ નથી. તે કેરમ બોલ નાખવા માટે પણ પ્રખ્યાત છે. અને હવે તેણે હવે ટેસ્ટ ક્રિકેટમાં ઓલરાઉન્ડર તરીકે પોતાની જાતને સ્થાપિત કરી છે. તેની વધુ એક ઝલક બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચમાં જોવા મળી હતી. ફરી એક વખત તેણે બોલ અને બેટથી શાનદાર રમત બતાવી અને ટીમ ઈન્ડિયાને જીત અપાવી.


 આ સાથે અશ્વિને 34 વર્ષ જૂનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો. ચાલો તેના વિશે જાણીએ.






અનુભવી ખેલાડીઓની યાદીમાં જોડાયા 

બાંગ્લાદેશ સામે તોફાની ઇનિંગ રમ્યા બાદ રવિચંદ્રન અશ્વિન એલિટ ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 3000 રન પૂરા કર્યા છે. અશ્વિન હવે કપિલ દેવ, શોન પોલોક, સ્ટુઅર્ટ બ્રોડ, શેન વોર્ન અને સર રિચર્ડ હેડલીની હરોળમાં જોડાઈ ગયો છે, જેમની પાસે 3000 થી વધુ રન અને 400 થી વધુ વિકેટ લીધેલી છે. તેણે ટીમ ઈન્ડિયા માટે 88 ટેસ્ટ મેચમાં 449 વિકેટ અને 3043 રન બનાવ્યા છે.




" isDesktop="true" id="1307423" >

બાંગ્લાદેશે ટીમ ઈન્ડિયાને 145 રનનો ટાર્ગેટ આપ્યો હતો. એક સમયે ભારતીય ટીમ 74 રનમાં 7 વિકેટ ગુમાવી દેતાં મુશ્કેલીમાં જોવા મળી હતી, પરંતુ ત્યાર બાદ રવિચંદ્રન અશ્વિન નવમા નંબરે ઉતર્યા હતા અને 42 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સાથે, તે સફળ ટેસ્ટ રન ચેઝમાં નંબર 9 અથવા તેનાથી નીચેના બેટિંગમાં સૌથી વધુ સ્કોરર બન્યો. તેમના પહેલા 1988માં વેસ્ટ ઈન્ડિઝના વિન્સ્ટન બેન્જામિન પાકિસ્તાન સામે 40 રન બનાવ્યા હતા. હવે અશ્વિને આ રેકોર્ડ તોડી નાખ્યો છે.



First published:

Tags: IND Vs BAN, India vs Bangladesh, R ashwin, Ravichandran ashwin, ક્રિકેટ